વડાપ્રધાને હરિયાણામાં પારદર્શક ભરતી વ્યવસ્થા અને ખેલાડીઓના પ્રોત્સાહનની પ્રશંસા કરી
ચંદીગઢ, નવી દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, હરિયાણાના પ્રવાસ દરમિયાન રાજ્ય સરકારની પારદર્શક ભરતી વ્યવસ્થા, ખેલાડીઓને આપવામાં આવી રહેલા પ્રોત્સાહન અને ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી યોજનાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, હરિયાણાએ
જિંદ ના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાથે હરિયાણા ના મુખ્યમંત્રી


ચંદીગઢ, નવી દિલ્હી, 17 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, હરિયાણાના પ્રવાસ દરમિયાન રાજ્ય સરકારની પારદર્શક ભરતી વ્યવસ્થા, ખેલાડીઓને આપવામાં આવી રહેલા પ્રોત્સાહન અને ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી યોજનાઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, હરિયાણાએ બિના ખર્ચી, બિના પરચીના આધારે સરકારી નોકરીઓ આપીને નવી ઓળખ બનાવી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હરિયાણામાં એક સમય હતો જ્યારે નોકરીઓની બોલી લાગતી હતી અને ક્ષેત્રવાદ પ્રભાવી હતો, પરંતુ ભાજપ સરકારે સત્તામાં આવ્યા પછી આ વ્યવસ્થા બદલી છે. આ સરળ કામ નહોતું. આજે હરિયાણાની ઓળખ પારદર્શક રીતે નોકરીઓ પ્રદાન કરનારા રાજ્ય તરીકે બની છે. આ છેલ્લા 12 વર્ષમાં શક્ય બન્યું છે.

વડાપ્રધાને હરિયાણાના ખેલાડીઓની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે હરિયાણા સરકાર ખેલાડીઓને તૈયારીથી લઈને પ્રદર્શન સુધી સંરક્ષણ પ્રદાન કરી રહી છે. ખેલાડીઓને તૈયારી કરવા માટે પણ સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડ સાથે ખેલાડીઓને આધુનિક તાલીમ તથા રમતગમતના સાધનોના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વાતચીત થઈ છે. આનો સીધો લાભ હરિયાણા પ્રાંતને મળશે. છેલ્લા કેટલાક સમયથી રમતગમત રોજગાર અને વ્યવસાયનું માધ્યમ બન્યું છે.

વડાપ્રધાને કહ્યું કે, વર્ષ 2030માં ભારતમાં કોમનવેલ્થ રમતોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, 2036ના ઓલિમ્પિક રમતો ભારતમાં યોજાય તે માટે પણ કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે. હરિયાણાએ અત્યારથી જ 2036ની તૈયારી શરૂ કરી દીધી છે. આ સરકારની દૂરંદેશીનું પરિણામ છે. વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે હરિયાણાના ખેલાડીઓ કોમનવેલ્થ અને ઓલિમ્પિકમાં પોતાની પ્રતિભાનો પરિચય કરાવશે.

વડાપ્રધાને, કેન્દ્ર તથા હરિયાણા સરકાર દ્વારા ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હરિયાણા દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં 24 પાકોની ખરીદી એમએસપી પર થઈ રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના માધ્યમથી હરિયાણાના ખેડૂતોને અત્યાર સુધી આઠ હજાર કરોડની રકમ મળી ચૂકી છે. જેમાં ફક્ત જીંદ જિલ્લાના ખેડૂતોને 600 કરોડ મળ્યા છે. વડાપ્રધાને ખેડૂતોના હિતમાં લાગુ કરવામાં આવેલી યોજનાઓ માટે નાયબ સરકારની પ્રશંસા કરતા કહ્યું કે, આજે હરિયાણા સરકાર પ્રદેશના દરેક વર્ગની વર્તમાન જ નહીં, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સત્યવાન

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande