
જમ્મુ, નવી દિલ્હી, 18 જુલાઈ (હિ.સ.). જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી આજે કડક સુરક્ષા વચ્ચે 3,632 અમરનાથ યાત્રાળુઓનો વધુ એક જથ્થો દક્ષિણ કાશ્મીર હિમાલયમાં આવેલા ગુફા મંદિરના બે બેઝ કેમ્પ માટે રવાના થયો. અધિકારીઓએ જણાવ્યું કે, 3,632 યાત્રાળુઓ 148 ગાડીઓના કાફલામાં રવાના થયા.
આ જથ્થામાં બાલતાલ માટે 1,008 અને પહેલગામ માટે 2,624 યાત્રાળુઓ શામેલ હતા. યાત્રાને સુરક્ષિત અને સુચારુ રૂપે સંપન્ન કરાવવા માટે નાગરિક પ્રશાસન, પોલીસ, સુરક્ષા દળો અને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે મળીને વ્યવસ્થા કરી છે. શ્રી અમરનાથ યાત્રાએ માત્ર 15 દિવસમાં 3.5 લાખ યાત્રાળુઓનો આંકડો પાર કરીને નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે.
2026ની શ્રી અમરનાથ યાત્રા 3 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી ચાલશે. આ યાત્રા શ્રદ્ધાળુઓને જમ્મુ-કાશ્મીરમાં 3,888 મીટર ઊંચા પવિત્ર ગુફા મંદિર સુધી લઈ જાય છે જ્યાં બે મુખ્ય રસ્તાઓથી પહોંચી શકાય છે. પરંપરાગત 48 કિલોમીટર લાંબો પહેલગામ માર્ગ અને ટૂંકો 14 કિલોમીટર લાંબો બાલતાલ માર્ગ છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ