
જમ્મુ, નવી દિલ્હી, 19 જુલાઈ (હિ.સ.). હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી ખરાબ હવામાનની ચેતવણી વચ્ચે અધિકારીઓએ સાવચેતીના પગલારૂપે શ્રી અમરનાથ અને શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રાઓને થોડા સમય માટે રોકી દીધી છે.
જોકે શનિવારે પણ શ્રી અમરનાથ યાત્રા ચાલુ રહી, જેમાં 16,039 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. આ સાથે જ 3 જુલાઈના રોજ યાત્રા શરૂ થયા પછી અત્યાર સુધીમાં કુલ યાત્રાળુઓની સંખ્યા 3,76,779 થઈ ગઈ છે.
સત્તાવાર આંકડાઓ અનુસાર, શનિવારે પૂજા કરનારાઓમાં 11,785 પુરુષ યાત્રાળુઓ, 3,527 મહિલા યાત્રાળુઓ, 235 બાળકો, 103 સાધુઓ, 19 સાધ્વીઓ, પાંચ ટ્રાન્સજેન્ડર શ્રદ્ધાળુઓ અને 365 સુરક્ષાકર્મીઓ સામેલ હતા.
આ દરમિયાન, 3,632 યાત્રાળુઓનો 17મો જથ્થો શનિવારે વહેલી સવારે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના થયો હતો અને કાશ્મીર પહોંચ્યો.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી) દ્વારા ખરાબ હવામાનની ચેતવણી જારી કરાયા પછી, અધિકારીઓએ રવિવાર 19 જુલાઈથી પહેલગામ અને બાલટાલ બંને માર્ગો પરથી અમરનાથ યાત્રાને થોડા સમય માટે રોકી દીધી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ નિર્ણય યાત્રાળુઓની સુરક્ષા અને સુખાકારીને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે લેવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આગામી કેટલાક દિવસોમાં ખરાબ હવામાનની આગાહી અને યાત્રાળુઓની સુરક્ષા અને સુખાકારીને ધ્યાનમાં લેતા, શ્રી અમરનાથજી યાત્રાને 19 જુલાઈ 2026 થી પહેલગામ અને બાલટાલ બંને માર્ગો પરથી થોડા સમય માટે રોકી દેવામાં આવી છે.
કાશ્મીરના ડિવિઝનલ કમિશનર અંશુલ ગર્ગે જણાવ્યું કે, રવિવારથી બાલટાલ અને નુનવાન/ચંદનવાડી બેઝ કેમ્પથી યાત્રાળુઓને આગળ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રશાસને જણાવ્યું કે યાત્રા ત્યારે જ ફરી શરૂ થશે જ્યારે હવામાનની સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવશે અને એ પુષ્ટિ થઈ જશે કે બંને માર્ગો યાત્રાળુઓ માટે સુરક્ષિત છે.
પ્રશાસને જણાવ્યું કે, યાત્રા ત્યારે જ ફરી શરૂ થશે જ્યારે હવામાનની સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવશે અને એ પુષ્ટિ થઈ જશે કે બંને માર્ગો યાત્રાળુઓ માટે સુરક્ષિત છે. યાત્રા ફરી શરૂ થવા અંગેની નવી માહિતી યોગ્ય સમયે આપવામાં આવશે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની ચેતવણી જારી કરાયા પછી, યાત્રાળુઓની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલારૂપે શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રાને થોડા સમય માટે રોકી દેવામાં આવી છે.
આ નિર્ણય વિસ્તારમાં ખરાબ હવામાનની આગાહી પછી જનહિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ અધિકારીઓને સહયોગ આપે અને આગામી આદેશ સુધી યાત્રા કરવાનું ટાળે. યાત્રાળુઓને વિનંતી છે કે, તેઓ યાત્રા ફરી શરૂ થવા અંગેની તાજી માહિતી માટે સત્તાવાર સંચાર માધ્યમો સાથે જોડાયેલા રહે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ