ઇન્ડી ગઠબંધનના ફ્લોર નેતાઓની બેઠકમાં, સરકારને ઘેરવાની રણનીતિ પર મંથન
નવી દિલ્હી, 20 જુલાઈ (હિં.સ.) સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે સોમવારે ગૃહની અંદર સરકારને ઘેરવાની રણનીતિ નક્કી કરવા માટે ઇન્ડી ગઠબંધનના ફ્લોર નેતાઓની બેઠક સંસદ ભવનમાં યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ
સોીમર


નવી દિલ્હી, 20 જુલાઈ (હિં.સ.) સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે સોમવારે ગૃહની અંદર સરકારને ઘેરવાની રણનીતિ નક્કી કરવા માટે ઇન્ડી ગઠબંધનના ફ્લોર નેતાઓની બેઠક સંસદ ભવનમાં યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરી હતી.

બેઠક સંસદ ભવન સ્થિત ખડગેના કક્ષમાં, આયોજિત કરવામાં આવી હતી. આમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસસીપી)ના સાંસદ સુપ્રિયા સુલે સહિત ઇન્ડી ગઠબંધનના વિવિધ પક્ષોના ફ્લોર નેતાઓએ ભાગ લીધો હતો. સૂત્રોએ જણાવ્યું કે, બેઠકમાં વર્તમાન સત્ર દરમિયાન ઉઠાવવામાં આવનારા મુખ્ય મુદ્દાઓ અને સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. વિરોધ પક્ષોએ ગૃહની અંદર જનહિત સાથે જોડાયેલા વિષયોને મજબૂતીથી ઉઠાવવા અને વિવિધ મુદ્દાઓ પર સહિયારો વલણ અપનાવવા પર વિચાર-વિમર્શ કર્યો.

ઉલ્લેખનીય છે કે, ચોમાસુ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભામાં વિરોધ પક્ષે નીટ-યુજી પેપર લીક, અયોધ્યામાં રામ મંદિર ચઢાવા ચોરી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને હોબાળો કર્યો, જેના કારણે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય બાદ બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. ઇન્ડી ગઠબંધનની આ બેઠક તે જ ઘટનાક્રમ વચ્ચે વિરોધ પક્ષની આગળની રણનીતિ નક્કી કરવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande