
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) જમ્મુ-કાશ્મીરની સત્તાધારી પાર્ટી નેશનલ કોન્ફરન્સના નેતાઓએ સોમવારે પાર્ટી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાના નેતૃત્વમાં જંતર-મંતર પર પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને પ્રદર્શન કર્યું.
પ્રદર્શન પછી પત્રકારો સાથેની વાતચીતમાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, અમે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને તેમણે સંસદમાં, જમ્મુ-કાશ્મીરની જનતાને અને સર્વોચ્ચ અદાલતને આપેલા વચનોને યાદ અપાવવા માટે એકઠા થયા છીએ. અમે અમારા રાજ્યને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે લડી રહ્યા છીએ. અમે તેમને તેમની પ્રતિબદ્ધતા યાદ અપાવવા માટે અહીં આવ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, અનુચ્છેદ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. જ્યારે, ઉપમુખ્યમંત્રી અને પાર્ટી નેતા સુરેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, આ અમારા માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે, અમારે દિલ્હી જઈને પ્રદર્શન કરવું પડી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદીએ રાજ્યનો દરજ્જો પાછો આપવાનું વચન આપ્યું હતું. આજે રાજ્યમાં સરકાર બન્યાને 2 વર્ષ થઈ ગયા છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ