ચોમાસુ સત્રના પહેલા દિવસે, નીટ અને રામ મંદિરના ચઢાવાના મુદ્દે વિપક્ષનો હોબાળો
નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) સંસદના મોનસૂન સત્રના પહેલા દિવસે આજે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે નીટ-યુજી પેપર લીક, અયોધ્યાના શ્રીરામ મંદિરના ચઢાવાની ચોરી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને જોરદાર હોબાળો કર્યો. ઘોંઘાટના કારણે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયા
ેોે્ ્


નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) સંસદના મોનસૂન સત્રના પહેલા દિવસે આજે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે નીટ-યુજી પેપર લીક, અયોધ્યાના શ્રીરામ મંદિરના ચઢાવાની ચોરી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને જોરદાર હોબાળો કર્યો. ઘોંઘાટના કારણે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયાના થોડા સમય પછી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નીટ-યુજી પેપર લીકનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, જંતર-મંતર પર પોતાની માંગણીઓને લઈને એકઠા થયેલા વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે અને તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. તેમણે આ મામલે ગૃહમાં ચર્ચાની માંગ કરી. વિપક્ષના હોબાળા વચ્ચે સભાપતિએ ગૃહની કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.

બીજી તરફ, લોકસભામાં પણ વિપક્ષી સાંસદોએ નીટ-યુજી પેપર લીક, અયોધ્યાના શ્રીરામ મંદિરના ચઢાવાની ચોરી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરાવવાની માંગને લઈને સૂત્રોચ્ચાર કર્યા. ઘણા સાંસદો પોસ્ટર અને બેનર લઈને ગૃહમાં પહોંચ્યા. સતત હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી લગભગ 12 મિનિટ જ ચાલી શકી, જેના પછી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.

નોંધનીય છે કે, સંસદનું મોનસૂન સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન કુલ 19 બેઠકો પ્રસ્તાવિત છે. સરકાર આ સત્રમાં આવકવેરા સુધારા વિધેયક, રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોકથામ (સુધારા) વિધેયક અને સર્વોચ્ચ અદાલત (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા વિધેયક સહિત સાત મહત્વપૂર્ણ વિધેયકોને પસાર કરાવવાની તૈયારીમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande