મુખ્યમંત્રી વિજય પર, વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના આરોપમાં ડીએમકે ધારાસભ્યની ધરપકડ
તુતીકોરિન (તમિલનાડુ), નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) તમિલનાડુના વિલાથિકુલમના ડીએમકે ધારાસભ્ય માર્કંડેયનની આજે વહેલી સવારે પોલીસે નાટકીય રીતે ધરપકડ કરી. તેમની ધરપકડ તુતીકોરિનના કોવિલપટ્ટીમાં ડીએમકેની જાહેર સભામાં તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય
ધરપકડ


તુતીકોરિન (તમિલનાડુ), નવી દિલ્હી, 20 જુલાઈ (હિ.સ.) તમિલનાડુના વિલાથિકુલમના ડીએમકે ધારાસભ્ય માર્કંડેયનની આજે વહેલી સવારે પોલીસે નાટકીય રીતે ધરપકડ કરી. તેમની ધરપકડ તુતીકોરિનના કોવિલપટ્ટીમાં ડીએમકેની જાહેર સભામાં તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના સંદર્ભમાં કરવામાં આવી છે.

ડીએમકે ધારાસભ્ય માર્કંડેયનની ધરપકડથી ડીએમકે હતપ્રભ છે. થોડા દિવસો પહેલા કોવિલપટ્ટી પાસે ડીએમકે દ્વારા, મતદારોનો આભાર માનવા માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડીએમકેના આર. એસ. ભારતી, પૂર્વમંત્રી તથા વર્તમાન ધારાસભ્ય સહિત અનેક નેતાઓ સામેલ થયા હતા. કહેવાય છે કે, આ જાહેર સભામાં મંચ પરથી માર્કંડેયને મુખ્યમંત્રી વિજય વિશે ધમકીભર્યા સ્વરમાં કેટલાક વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, ભ્રષ્ટાચારનું સંપૂર્ણ સ્વરૂપ તમિલનાડુના મુખ્યમંત્રી છે.

ધારાસભ્યની આ ટિપ્પણીથી તમિલગા વેત્રી કષગમ (ટીવીકે)ના પદાધિકારીઓ અને કાર્યકરોમાં રોષ ફેલાઈ ગયો. ત્યારબાદ ટીવીકેના તુતીકોરિન જિલ્લા પદાધિકારીઓએ જિલ્લા પોલીસ અધિક્ષક કાર્યાલયમાં, માર્કંડેયન વિરુદ્ધ માનહાનિ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી. આ ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો અને આજે વહેલી સવારે 50થી વધુ પોલીસકર્મીઓ સાથે અધિકારીઓ વિલાથિકુલમ સ્થિત માર્કંડેયનના ઘરે પહોંચ્યા. તેમની ધરપકડ કરી લીધી.

માર્કંડેયનની ધરપકડની સૂચના મળતા જ, તેમના ઘરની સામે મોટી સંખ્યામાં ડીએમકેના પદાધિકારીઓ અને કાર્યકરો એકઠા થઈ ગયા. જ્યારે પોલીસ તેમને પૂછપરછ માટે તુતીકોરિન એસપી કાર્યાલય લઈ જવા લાગી, ત્યારે તેમના સમર્થકોએ પોલીસ વાહનનો ઘેરાવ કર્યો. સમર્થકોએ રસ્તો જામ કરીને વિરોધ પ્રદર્શન પણ કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પી.વી. / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande