
નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.) લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય પક્ષના નેતાઓએ મંગળવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.
ઓમ બિરલાએ એક્સ પર લખ્યું, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ! હું ઈશ્વર પાસે તમારા ઉત્તમ સ્વાસ્થ્ય, ખુશી અને સમૃદ્ધ જીવનની કામના કરું છું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને, જન્મદિવસની શુભેચ્છાઓ. તેમને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય મળે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દીર્ઘાયુ થાય અને સ્વસ્થ જીવન જીવે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ