નીટ પેપર લીક મામલે કોંગ્રેસ દ્વારા વડા પ્રધાનના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ
નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.): કોંગ્રેસ પાર્ટીએ મંગળવારે જંતર-મંતર પર પરીક્ષાના પેપર લીક થવા અને વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીને લઈને વડા પ્રધાનના નિવાસસ્થાન પાસે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના ન
વડા પ્રધાનના નિવાસસ્થાન પાસે વિરોધ પ્રદર્શન


નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.): કોંગ્રેસ પાર્ટીએ મંગળવારે જંતર-મંતર પર પરીક્ષાના પેપર લીક થવા અને વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીને લઈને વડા પ્રધાનના નિવાસસ્થાન પાસે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

વિરોધ દરમિયાન, કોંગ્રેસના નેતાઓ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસના સાંસદોએ આરોપ લગાવ્યો કે, પોલીસે જંતર-મંતર પર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી, જે લોકશાહી અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande