
નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, તેમની ત્રણ દેશોની રાજકીય યાત્રાના બીજા તબક્કામાં ઉત્તર મેસેડોનિયાની રાજધાની સ્કોપ્જે પહોંચ્યા. હવાઈ અડ્ડે પર ત્યાંના વિદેશમંત્રી ટિમચો મુકુન્સ્કીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
વિદેશ મંત્રાલય અનુસાર, આ કોઈ ભારતીય રાષ્ટ્રપતિની ઉત્તર મેસેડોનિયાની પ્રથમ યાત્રા છે, જે બંને દેશો વચ્ચેના વધતા સારા સંબંધો દર્શાવે છે. આ યાત્રા ભારત અને ઉત્તર મેસેડોનિયાના સંબંધોને વધુ મજબૂત કરશે અને અલગ-અલગ ક્ષેત્રોમાં સહયોગના નવા રસ્તા ખોલશે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રણ દેશોની રાજકીય યાત્રાનો પ્રથમ તબક્કો મોલ્ડોવામાં પૂરો કર્યો. આ પછી, હવે તેઓ ઉત્તર મેસેડોનિયાની બે દિવસીય યાત્રા પર છે. મુર્મુએ ઉત્તર મેસેડોનિયા જવા રવાના થતા પહેલા ચિસિનાઉમાં આયોજિત રાજકીય ભોજન સમારંભમાં ભાગ લીધો. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ મોલ્ડોવામાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ