સિક્કિમમાં નિર્માણાધીન સુરંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મૃત્યુની પુષ્ટિ
ગંગટોક, નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.). સિક્કિમના નામચી જિલ્લાના ઝોલુંગે અંતર્ગત સમરદોંગમાં નિર્માણાધીન નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ (એનએચપીસી)ની તિસ્તા સ્ટેજ-6 જળવિદ્યુત પરિયોજનાની સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે શોધ અન
સુરંગમાં બચાવ કાર્ય


ગંગટોક, નવી દિલ્હી, 21 જુલાઈ (હિ.સ.). સિક્કિમના નામચી જિલ્લાના ઝોલુંગે અંતર્ગત સમરદોંગમાં નિર્માણાધીન નેશનલ હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ (એનએચપીસી)ની તિસ્તા સ્ટેજ-6 જળવિદ્યુત પરિયોજનાની સુરંગમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે શોધ અને બચાવ અભિયાન ચાલુ છે. રાહત અને બચાવ અભિયાન આખી રાત ચાલ્યું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે. સુરંગમાં 25થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

આ સુરંગમાં સોમવારે બપોરે કાર્યરત શ્રમિકોએ જોરદાર વિસ્ફોટ જેવો અવાજ સાંભળ્યો. આ દરમિયાન સુરંગમાં કથિત ગેસ લીકેજની આશંકા વ્યક્ત કરવામાં આવી. ત્યારબાદ શ્રમિકો પોતાનો જીવ બચાવવા માટે સુરંગમાંથી બહાર નીકળવા લાગ્યા. કેટલાક શ્રમિકો સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યા, જ્યારે અન્ય ઘણા સુરંગની અંદર જ ફસાઈ ગયા.

માહિતી મળતા જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. ગેસ લીકેજ, સુરંગની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને આવશ્યક બચાવ ઉપકરણોની અછતને કારણે પ્રારંભિક પ્રયાસો સફળ થઈ શક્યા નહીં. ત્યારબાદ પાક્યોંગ અને સિલીગુડીથી પહોંચેલી રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ (એનડીઆરએફ)ની ટીમોને અભિયાનમાં જોડવામાં આવી, જેના પછી બચાવ કાર્યમાં તેજી આવી.

મંગળવારે સવારે 4:40 વાગ્યા સુધી પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર, જિલ્લા પ્રશાસને સાત લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃતકોના મૃતદેહોને સિંગતામ જિલ્લા હોસ્પિટલ, એસટીએનએમ હોસ્પિટલ, ગંગટોક તથા નામચી જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી.

નામચી જિલ્લા પ્રશાસન, એનએચપીસી ના અધિકારીઓ, રાજ્ય આપત્તિ પ્રતિક્રિયા દળ (એસડીઆરએફ), એનડીઆરએફ, સિક્કિમ પોલીસ, અગ્નિશમન અને કટોકટી સેવા, આરોગ્ય વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંકલનથી રાહત અને બચાવ અભિયાન સતત ચાલુ છે. પરિસ્થિતિ પર સિક્કિમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (એસએસડીએમએ) સતત નજર રાખી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / બિશાલ ગુરુંગ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande