વિદ્યાર્થીઓના પ્રદર્શન પર અન્ના હઝારેએ કેન્દ્રને સંવાદ કરવા અપીલ કરી
અહિલ્યાનગર, નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન પર કેન્દ્ર સરકારને સંવાદનો માર્ગ અપનાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લોકશાહીમાં જનતાના અવાજને દબાવવાને બદલે તેમની સાથે વાતચીત કરવી જોઈએ અને
સામાજિક કાર્યકર્તા અન્ના હઝારે


અહિલ્યાનગર, નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન પર કેન્દ્ર સરકારને સંવાદનો માર્ગ અપનાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લોકશાહીમાં જનતાના અવાજને દબાવવાને બદલે તેમની સાથે વાતચીત કરવી જોઈએ અને જવાબદારી નક્કી કરવી એ જ સુશાસનની ઓળખ છે.

મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં ગુરુવારે અન્ના હઝારેએ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી બે કલાકનું મૌન આંદોલન કર્યું. આ પછી, તેઓ પોતાના ગામ રાલેગણ સિદ્ધિ માટે રવાના થયા. આ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં, હઝારેએ દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને કથિત પોલીસ કાર્યવાહીને અત્યંત દુઃખદ ગણાવી. તેમણે કહ્યું કે, લોકશાહીમાં સંઘર્ષ નહીં, પરંતુ સંવાદ સૌથી અસરકારક ઉકેલ છે.

હઝારેએ પોતાના પત્રમાં લખ્યું કે, જો કોઈ મંત્રીની જવાબદારી નક્કી કરીને રાજીનામું લેવામાં આવે છે, તો તેનાથી સરકાર નબળી પડતી નથી, પરંતુ તે સમગ્ર મંત્રીમંડળને જવાબદારીનો સ્પષ્ટ સંદેશ આપે છે અને શાસન વ્યવસ્થા વધુ જવાબદાર બને છે.

હઝારેએ કહ્યું કે, દેશના લાખો યુવાનો પેપર લીક, ભરતી પરીક્ષાઓમાં વિલંબ અને વધતી બેરોજગારી જેવી સમસ્યાઓથી પરેશાન છે. આ મુદ્દાઓને ફક્ત કાયદો અને વ્યવસ્થાનો વિષય માનવાને બદલે જનતાની વાસ્તવિક ચિંતા તરીકે જોવા જોઈએ. અન્ના હઝારે અનુસાર, કોઈપણ ગેરરીતિ કે કૌભાંડ સામે આવે ત્યારે ઘણીવાર જવાબદારી નીચલા સ્તરના અધિકારીઓ પર નાખી દેવામાં આવે છે, જ્યારે વાસ્તવિક જવાબદારી ઉચ્ચ પદો પર બેઠેલા લોકોની હોવી જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande