
નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.): લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, રવિવારે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને શાંતિપૂર્ણ વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા કથિત ક્રૂરતા અંગે જવાબ માંગ્યો.
રાહુલ ગાંધીએ એક્સ પર આ પત્ર શેર કર્યો. અમારા વિદ્યાર્થીઓ ન્યાયી અને જવાબદાર શિક્ષણ પ્રણાલીની માંગ કરી રહ્યા હતા. તેમની વાત સાંભળવાને બદલે, સુરક્ષા દળોએ તેમના પર ઘાતક હથિયારો અને આંસુ ગેસ સહિત અંધાધૂંધ બળનો ઉપયોગ કર્યો. સેંકડો ગંભીર રીતે ઘાયલ થયા છે.
તેમણે લખ્યું, પેલેટ ગનનો ઉપયોગ સૌથી આઘાતજનક હતો. મીડિયા અને સોશિયલ મીડિયા રિપોર્ટ્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો, જેમાં એક પત્રકારનો પણ સમાવેશ થાય છે. હું 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ લોચબને મળ્યો, જે પીડામાં છે અને પેલેટ ગનથી ગોળી વાગવાથી તેની એક આંખની દ્રષ્ટિ ગુમાવવાનું જોખમ છે.
દિલ્હીમાં તૈનાત સુરક્ષા દળો આખરે તમારા પ્રત્યે જવાબદાર છે. તેથી, હું બે પ્રશ્નો પૂછું છું: ગૃહમંત્રી તરીકે, શું તમે વિદ્યાર્થીઓ પર પેલેટ ગન સહિત ઘાતક બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી? જો નહીં, તો કોણે તેને મંજૂરી આપી? શું સાદા કપડામાં આવેલા લોકો વિદ્યાર્થીઓને લાકડીઓથી મારતા જોવા મળ્યા હતા, તે પોલીસ હતા કે સ્વયંસેવકો? તેમની તૈનાતીને કોણે અધિકૃત કરી?
તેમણે કહ્યું કે, શાંતિપૂર્ણ વિરોધ કોઈપણ લોકશાહી માટે જરૂરી છે. વિરોધીઓનું રક્ષણ કરવું અને વાતચીત દ્વારા તેમની ફરિયાદોનું નિરાકરણ કરવું સરકારની જવાબદારી છે. આવી ક્રૂર હિંસા બધા ધોરણોનું ઉલ્લંઘન કરે છે અને રાષ્ટ્રને ગુસ્સે કરે છે. યુવાનો અને વિદ્યાર્થીઓ, જે આપણા દેશનું ભવિષ્ય છે, તેઓ જવાબો અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. તેમનો અવાજ સાંભળવો જ જોઇએ.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ