ગેરકાયદેસર બેરેજ દૂર કરવાની માંગ સાથે બીઆરએસ નેતાઓએ 'ચલો કર્ણાટક' ઝુંબેશ શરૂ કરી
હૈદરાબાદ, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.). તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ના નેતાઓએ, રવિવારે ''ચલો કર્ણાટક'' ઝુંબેશ શરૂ કરી, જેમાં કર્ણાટક દ્વારા બાંધવામાં આવેલા કથિત ગેરકાયદેસર બેરેજને દૂર કરવા અને કૃષ્ણા બેસિનમાં નવા પ્ર
તેલંગાના ના ડેમ નો ફોટો


હૈદરાબાદ, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.). તેલંગાણાના મહબૂબનગર જિલ્લામાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) ના નેતાઓએ, રવિવારે 'ચલો કર્ણાટક' ઝુંબેશ શરૂ કરી, જેમાં કર્ણાટક દ્વારા બાંધવામાં આવેલા કથિત ગેરકાયદેસર બેરેજને દૂર કરવા અને કૃષ્ણા બેસિનમાં નવા પ્રોજેક્ટ્સને તાત્કાલિક રોકવાની માંગ કરવામાં આવી.

ભૂતપૂર્વ મંત્રીઓ વી. શ્રીનિવાસ ગૌડ અને સી. લક્ષમા રેડ્ડી, ભૂતપૂર્વ ધારાસભ્યો ચિત્તમ રામ મોહન રેડ્ડી અને આલા વેંકટેશ્વર રેડ્ડી, એમએલસી નવીન કુમાર અને પાર્ટી નેતાઓ ઇમ્તિયાઝ ઇશાક અને વેંકટેશ્વર રેડ્ડીના નેતૃત્વમાં એક મોટો કાફલો મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકરો સાથે કર્ણાટક જવા રવાના થયો.

કર્ણાટક જતા પહેલા પાર્ટી કાર્યકરોને સંબોધતા, ભૂતપૂર્વ મંત્રી લક્ષમા રેડ્ડીએ કહ્યું કે, કર્ણાટક અને આંધ્રપ્રદેશ કૃષ્ણા, તુંગભદ્ર અને ભીમા નદીઓમાંથી પાણી વાળી રહ્યા છે, જેનાથી તેલંગાણાના સિંચાઈ હિતોને અસર થઈ રહી છે. તેમણે કહ્યું કે, વિપક્ષ તરીકે, બીઆરએસ રાજ્યના પાણીના અધિકારોના રક્ષણ માટે તેની લડાઈ ચાલુ રાખશે.

તેમણે કોંગ્રેસ સરકાર પર પાલમુરુ-રંગારેડ્ડી લિફ્ટ સિંચાઈ યોજનાની અવગણના કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, બીઆરએસ દ્વારા પદયાત્રાની જાહેરાત કર્યા પછી જ સરકારે પ્રોજેક્ટની સમીક્ષા કરી. તેમણે સિંચાઈ સલાહકાર આદિનાથ દાસની નિમણૂકની પણ ટીકા કરી, આરોપ લગાવ્યો કે, તેમણે આંધ્રપ્રદેશમાં કામ કરતી વખતે તેલંગાણાના સિંચાઈ પ્રોજેક્ટ્સનો વિરોધ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / દેવ કુમાર પુખરાજ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande