અમિત શાહે આસામના પૂરની સ્થિતિની સમીક્ષા કરી, 80થી વધુ ગુમ
ગુવાહાટી, નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમા સાથે વાતચીત કરીને આસામમાં પૂરની સ્થિતિ વિશે માહિતી મેળવી. રાજ્યમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો
અમિત


ગુવાહાટી, નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમા સાથે વાતચીત કરીને આસામમાં પૂરની સ્થિતિ વિશે માહિતી મેળવી. રાજ્યમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ લોકો હજુ પણ ગુમ છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃત્યુઆંક વધી શકે છે.

વાતચીત દરમિયાન અમિત શાહે રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. પૂરથી થયેલા નુકસાનનું આકલન કરવા અને રાહત તથા પુનર્વસન કાર્યોની સમીક્ષા કરવા માટે કેન્દ્ર સરકારનું એક પ્રતિનિધિમંડળ આજે કે કાલે આસામ પહોંચશે.

આ દરમિયાન મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વ સરમા સતત બીજા દિવસે પણ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે રહ્યા. તેમણે ગોલાઘાટ જિલ્લામાં પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો અને નુમલીગઢ તથા ગોલાઘાટના કમારબંધા સ્થિત ભાસ્કર સીનિયર બેઝિક સ્કૂલના રાહત શિબિરોની મુલાકાત લઈને અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી અને રાહત કાર્યોની સમીક્ષા કરી.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande