
નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ અંગે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી. પ્રધાનમંત્રીએ રાહત અને બચાવ કાર્યો તેમજ નાગરિકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયતાની ખાતરી આપી.
ગુજરાત સરકારના માહિતી વિભાગ અનુસાર, પ્રધાનમંત્રીએ રાજ્યમાં સતત થઈ રહેલા ભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્યોની પ્રગતિની જાણકારી મેળવી અને કહ્યું કે અસરગ્રસ્ત લોકોની સહાયતા અને સુરક્ષા માટે કેન્દ્ર સરકાર શક્ય તમામ સહયોગ ઉપલબ્ધ કરાવશે.
આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ વાતચીત કરીને રાજ્યમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યોની જાણકારી આપી. ગૃહ મંત્રી શાહે ગુજરાતને આ સંબંધમાં દરેક આવશ્યક સહાયતા ઉપલબ્ધ કરાવવાનો ભરોસો અપાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ