અનંતનાગ હુમલામાં, પોલીસકર્મીની હત્યા બાદ સમગ્ર કાશ્મીરમાં સઘન ચેતવણી
શ્રીનગર, નવી દિલ્હી, 23 જુલાઈ (હિં.સ.) અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં બુધવારે બપોરે થયેલા આતંકી હુમલામાં એક પોલીસકર્મીની હત્યા બાદ કાશ્મીરમાં સુરક્ષાને લઈને સઘન ચેતવણી જારી કરવામાં આવી છે. સુરક્ષા દળો દેખરેખ વધારી રહ્યા છે, તપાસ ચોકીઓને મજબૂત કરી રહ્
અનંતનાગ હુમલામાં, પોલીસકર્મીની હત્યા બાદ સમગ્ર કાશ્મીરમાં સઘન ચેતવણી


શ્રીનગર, નવી દિલ્હી, 23 જુલાઈ (હિં.સ.) અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં બુધવારે બપોરે થયેલા આતંકી હુમલામાં એક પોલીસકર્મીની હત્યા બાદ કાશ્મીરમાં સુરક્ષાને લઈને સઘન ચેતવણી જારી કરવામાં આવી છે. સુરક્ષા દળો દેખરેખ વધારી રહ્યા છે, તપાસ ચોકીઓને મજબૂત કરી રહ્યા છે અને તલાશી અભિયાન ચલાવી રહ્યા છે.

આ દરમિયાન સીઆરપીએફના શ્રીનગર સેક્ટરે જણાવ્યું કે, અનંતનાગમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર કાશ્મીરમાં સુરક્ષાને સઘન ચેતવણી પર રાખવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરક્ષા દળોએ દેખરેખ વધારી દીધી છે, તપાસ ચોકીઓને મજબૂત કરી છે અને તલાશી અભિયાન શરૂ કર્યા છે. નાગરિકોને સતર્ક રહેવા અને સુરક્ષા દળોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા આજે, શ્રીનગરના લોક ભવનમાં સુરક્ષા સ્થિતિ અને અમરનાથ યાત્રાની સમીક્ષા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.

અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓએ, ગઈકાલે બપોરે મુખ્ય કોન્સ્ટેબલ આશિક હુસૈનને ખૂબ નજીકથી ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande