જંતર-મંતરમાં પ્રદર્શન સ્થળ નજીક દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટર પર હુમલો, ઓળખપત્ર અને સોનાની ચેઇન છીનવી
નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન દરમિયાન બુધવારે મોડી રાત્રે દિલ્હી પોલીસના એક ઇન્સ્પેક્ટર પર ઉપદ્રવીઓએ હુમલો કર્યો. આ હુમલામાં ઇન્સ્પેક્ટર નંદ કિશોર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા. તેમને તાત્કાલિક રામ મનોહર લોહિયા (આરએમએલ) હ
ચીજેપી


નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન દરમિયાન બુધવારે મોડી રાત્રે દિલ્હી પોલીસના એક ઇન્સ્પેક્ટર પર ઉપદ્રવીઓએ હુમલો કર્યો. આ હુમલામાં ઇન્સ્પેક્ટર નંદ કિશોર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા. તેમને તાત્કાલિક રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી.

પોલીસ સૂત્રો અનુસાર, ઇન્સ્પેક્ટર નંદ કિશોર સિંહ હાલમાં એસપીવાયયુડબલ્યુએસી, નાનકપુરામાં તૈનાત છે. ગઈકાલે રાત્રે તેમની ફરજ જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદર્શન સ્થળ પર મૂકવામાં આવી હતી. તેઓ પોતાની ગાડી પાર્ક કર્યા પછી પગપાળા ફરજ સ્થળ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ભીડમાં હાજર કેટલાક ઉપદ્રવીઓએ તેમને ઘેરી લીધા અને અચાનક હુમલો કર્યો.

હુમલામાં ઇન્સ્પેક્ટર નંદ કિશોર સિંહને શરીરના ઘણા ભાગોમાં ઇજાઓ થઈ. આરોપ છે કે, મારપીટ દરમિયાન હુમલાખોરોએ તેમનું દિલ્હી પોલીસનું સત્તાવાર ઓળખપત્ર અને સોનાની ચેઇન પણ છીનવી લીધી. આસપાસ હાજર અન્ય પોલીસકર્મીઓએ કોઈક રીતે તેમને ભીડમાંથી બહાર કાઢ્યા અને તરત જ આરએમએલ હોસ્પિટલ પહોંચાડ્યા.

પોલીસ અધિકારીઓ મુજબ, પ્રદર્શન સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, સરકારી કર્મચારી પર હુમલો, લૂંટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ પ્રદર્શન સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. જ્યારે, ઘાયલ ઇન્સ્પેક્ટર નંદ કિશોર સિંહ સાથે વરિષ્ઠ અધિકારીઓએ મુલાકાત કરીને તેમના ખબરઅંતર પૂછ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande