
નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'એક્સ' પર શેર કરેલા સુભાષિતમાં, તેમણે જીવાત્મા અને પરમ ચેતના વચ્ચેના ઊંડા આધ્યાત્મિક અને બ્રહ્માંડીય સંબંધોને રેખાંકિત કર્યા છે.
તે સુભાષિતમ્ આ પ્રમાણે છે, यश्चायमस्मिन्नाकाशे तेजोमयोऽमृतमयः पुरुषः सर्वानुभूः। यश्चायमस्मिन्नात्मनि तेजोमयोऽमृतमयः पुरुषः सर्वानुभूः॥
તેનો અર્થ એ થાય છે કે, વિશાળ આકાશ કે અવકાશમાં વ્યાપ્ત, તે જ પરમ શક્તિમાન અને શાશ્વત સત્ય આપણી આત્મામાં પણ બિરાજમાન છે. એટલા માટે કહેવાયું છે કે, જે કંઈ પણ જીવમાં અથવા પ્રત્યેક કણમાં વિદ્યમાન છે, તે જ બ્રહ્માંડમાં પણ વિદ્યમાન છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ