
નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને વિશ્વાસ અપાવ્યો કે, યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. તેમણે જાહેરાત કરી કે, પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને વહેલી તકે કઠોર સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર કહ્યું કે, વિદ્યાર્થીઓના હિતોને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણયમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ સંબંધે નિર્દેશો આપવામાં આવ્યા છે કે, સંબંધિત વિભાગો આવશ્યક કાર્યવાહી સુનિશ્ચિત કરે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું નીટ અને અન્ય પરીક્ષાઓના પેપર લીક સંબંધિત કેસો પર આંદોલન ચાલુ છે. વિદ્યાર્થીઓની મુખ્ય માંગ છે કે, દેશના શિક્ષણમંત્રી રાજીનામું આપે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ