જંતર-મંતર પર રાત્રે ફરી હિંસા- દિલ્હી પોલીસે દાવો કર્યો કે, પ્રદર્શનકારીઓ ખુખરી લહેરાવતા દેખાયા.
નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન બુધવારે રાત્રે, ફરી એકવાર પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. ટૉલસ્ટૉય માર્ગથી સંસદ માર્ગની વચ્ચે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે જોરદાર અથડામણ થઈ. પોલીસે આરોપ લગાવ્યો છે કે, ઉપદ્રવીઓએ અચાનક સુરક્ષા દળો
આંદોલન


નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન બુધવારે રાત્રે, ફરી એકવાર પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ. ટૉલસ્ટૉય માર્ગથી સંસદ માર્ગની વચ્ચે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે જોરદાર અથડામણ થઈ. પોલીસે આરોપ લગાવ્યો છે કે, ઉપદ્રવીઓએ અચાનક સુરક્ષા દળો પર પથ્થરમારો અને બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું. આ હિંસામાં બે એસીપી, બે ઇન્સ્પેક્ટર સહિત લગભગ એક ડઝન પોલીસકર્મીઓ અને રેપિડ એક્શન ફોર્સના જવાનો ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં, દાખલ કરવામાં આવ્યા. પોલીસે દાવો કર્યો કે, પ્રદર્શનકારીઓ રસ્તા પર ખુખરી લહેરાવતા દેખાયા.

પોલીસના જણાવ્યા અનુસાર, હિંસા રાત્રે લગભગ 8:30 વાગ્યે શરૂ થઈ. તે સમયે ટૉલસ્ટૉય માર્ગ પર પોલીસ અને સુરક્ષા દળોના જવાનો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈનાત હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓનું એક જૂથ, ત્યાં પહોંચ્યું અને અચાનક સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો. પોલીસે દાવો કર્યો છે કે, કેટલાક ઉપદ્રવીઓના હાથમાં તલવાર, ખુખરી, લાકડીઓ અને પથ્થરો પણ હતા. આનો ઉપયોગ સુરક્ષા દળો પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો.

પરિસ્થિતિ બગડતા જ પોલીસ અને સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો. વધારાના પોલીસ દળને બોલાવવામાં આવ્યું. સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના ગોળા પણ છોડ્યા. વળતી કાર્યવાહી બાદ ઉપદ્રવીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા. જોકે, સમગ્ર વિસ્તારમાં લાંબા સમય સુધી પરિસ્થિતિ તણાવપૂર્ણ રહી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં કનૉટ પ્લેસના એસીપી પણ ઘાયલ થયા. તેમના માથામાં ઈજા થયા બાદ વરિષ્ઠ અધિકારીઓએ તેમને તરત જ ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પહોંચાડ્યા. અન્ય ઘાયલ પોલીસકર્મીઓ અને આરએએફ જવાનોને પણ પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.

દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે, હિંસા દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ ખુલ્લેઆમ તલવાર અને ખુખરી લહેરાવતા દેખાયા. પોલીસને એવી પણ આશંકા છે કે ભીડમાં કેટલાક બાહ્ય અસામાજિક તત્વો સામેલ થઈ ગયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની. આ પાસાને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યું છે. હિંસા બાદ ટૉલસ્ટૉય માર્ગ, સંસદ માર્ગ અને જંતર-મંતરની આસપાસ સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોની વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી. પોલીસે લાઉડસ્પીકર દ્વારા પ્રદર્શનકારીઓને શાંતિ જાળવી રાખવા અપીલ કરી.

હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વની / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande