નિટ પેપર લીક મામલે, શનિવારે સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે કેન્ડલ માર્ચ અને સત્યાગ્રહ કરશે કોંગ્રેસ
નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). કોંગ્રેસ નિટ અને સીબીએસઇ પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓ તથા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં 25 જુલાઈની સાંજે સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે કેન્ડલ માર્ચ અને સત્યાગ્રહનું આયોજન કરશે. આ કાર્યક્રમ મહાત્મા ગાંધી અથવા ડૉ.
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). કોંગ્રેસ નિટ અને સીબીએસઇ પરીક્ષામાં થયેલી અનિયમિતતાઓ તથા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં 25 જુલાઈની સાંજે સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે કેન્ડલ માર્ચ અને સત્યાગ્રહનું આયોજન કરશે. આ કાર્યક્રમ મહાત્મા ગાંધી અથવા ડૉ. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સુધી જઈને સમાપ્ત થશે અને વિદ્યાર્થીઓ-યુવાનો સાથે એકતાનું પ્રતીક બનશે.

કોંગ્રેસ મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા શુક્રવારે સત્તાવાર પત્ર જારી કરીને જણાવાયું કે, આ સત્યાગ્રહ વિદ્યાર્થીઓ અને યુવાનોના સમર્થનમાં હશે, જેમનું ભવિષ્ય પરીક્ષા પ્રણાલીની નિષ્ફળતાઓથી પ્રભાવિત થયું છે. પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની પણ માંગ કરી છે.

પત્રમાં જણાવાયું કે, તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ અને જિલ્લા કોંગ્રેસ સમિતિઓ પોતપોતાના વિસ્તારોમાં આ કાર્યક્રમનું નેતૃત્વ કરે. આમાં બ્લોક કોંગ્રેસ સમિતિઓ, ફ્રન્ટલ સંગઠનો, વિભાગો, પ્રકોષ્ઠો અને કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે.

કોંગ્રેસે તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષોને જણાવ્યું કે, કાર્યક્રમ શાંતિપૂર્ણ, અનુશાસિત અને અસરકારક રીતે આયોજિત થાય. સાથે જ મીડિયા અને સોશિયલ મીડિયા પર વ્યાપક કવરેજ મળે જેથી આ સંદેશ સ્પષ્ટપણે જાય કે કોંગ્રેસ વિદ્યાર્થીઓની સાથે ઊભી છે અને લોકતાંત્રિક અવાજોને દબાવવાના કોઈપણ પ્રયાસનો વિરોધ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande