
નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.)। કેન્દ્ર સરકાર પેપર લીક જેવા ગંભીર મામલાઓ સાથે સખ્તાઈથી નિપટવા માટે 2024ના તેનાથી સંબંધિત કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. સૂત્રો અનુસાર, સરકાર સોમવારે વિધેયક લાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) અધિનિયમ, 2024માં સુધારાને મંજૂરી આપવામાં આવી. વિધેયકમાં પેપર લીક સંબંધિત મામલાઓના ઝડપી નિપટારા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને દોષિતોને પહેલા કરતા વધુ કઠોર દંડ આપવાની જોગવાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ