અમરનાથ સહિતની તમામ યાત્રાઓ શનિવારે પણ સ્થગિત રહેશે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ.
જમ્મુ, નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.) જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાન અને સતત થઈ રહેલા વરસાદને કારણે અમરનાથ યાત્રા, માતા વૈષ્ણો દેવી યાત્રા, શિવ ખોડી યાત્રા અને મચૈલ માતા યાત્રા, શનિવારે પણ શરૂ થઈ શકી નથી. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)ના ખરાબ હવ
અમરનાથ સહિતની તમામ યાત્રાઓ શનિવારે પણ સ્થગિત રહેશે, જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ.


જમ્મુ, નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.) જમ્મુ-કાશ્મીરમાં ખરાબ હવામાન અને સતત થઈ રહેલા વરસાદને કારણે અમરનાથ યાત્રા, માતા વૈષ્ણો દેવી યાત્રા, શિવ ખોડી યાત્રા અને મચૈલ માતા યાત્રા, શનિવારે પણ શરૂ થઈ શકી નથી. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)ના ખરાબ હવામાનના પૂર્વાનુમાનને ધ્યાનમાં રાખીને પ્રશાસને 19 જુલાઈ શનિવારની સાંજે જ આ યાત્રાઓને રોકી દીધી હતી.

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે વરસાદ, ભૂસ્ખલન અને પથ્થરો પડવાને કારણે આજે સતત ત્રીજા દિવસે પણ બંધ છે અને રામબનમાં હજુ પણ ઘણી ગાડીઓ ફસાયેલી છે. રામબન અને ઉધમપુરમાં તાજા ભૂસ્ખલન થવાને કારણે માર્ગ પર પથ્થરો અને કાટમાળ જમા થઈ ગયો છે, જેને હટાવવા માટે મશીનરી સાથે માર્ગ ક્લિયરન્સ ટીમોને અસરગ્રસ્ત સ્થળોએ મોકલવામાં આવી છે અને કાટમાળ હટાવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

અધિકારીઓએ યાત્રીઓને હવામાનની સ્થિતિમાં સુધારો થાય અને ક્લિયરન્સ ઓપરેશન પૂર્ણ થાય ત્યાં સુધી ધોરીમાર્ગ પર બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. યાત્રીઓને એનએચ-44 પર કોઈ પણ યાત્રા કરતા પહેલા સત્તાવાર ટ્રાફિક સલાહનું પાલન કરવા વિનંતી પણ કરવામાં આવી છે. પ્રશાસન પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે, કારણ કે સમગ્ર વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ ચાલુ છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધુ પથ્થરો પડવાની અને ભૂસ્ખલનની સંભાવના છે.

જમ્મુ-કાશ્મીરમાં સાતમા દિવસે પણ ધોધમાર વરસાદને કારણે ખીણના ઘણા ભાગોમાં ઝેલમ નદી ભયજનક સપાટીની નજીક વહી રહી છે. આનાથી પૂરની સ્થિતિ સર્જાઈ છે. તાવી, ચિનાબ, સંગમ, લિદ્દર સહિતના અન્ય નદી-નાળા પણ ભયજનક સપાટીથી થોડા જ નીચે વહી રહ્યા છે. જમ્મુના વિસ્તારો અને દક્ષિણ કાશ્મીરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વર્તમાન સંકેતો અનુસાર, વરસાદ મોડી બપોર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. જમ્મુ અને દક્ષિણ કાશ્મીરમાં મધ્યમથી ભારે વરસાદ થવાની અપેક્ષા છે. આ દરમિયાન મધ્ય અને ઉત્તરી કાશ્મીરમાં હળવો વરસાદ થઈ શકે છે. મોડી બપોર પછી મોટાભાગના સ્થળોએ હવામાનમાં સુધારો થવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande