વડાપ્રધાન મોદીએ સુભાષિતના માધ્યમથી શુભ વિચાર, વાણી અને કર્મનું મહત્વ જણાવ્યું
નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શુક્રવારે એક સંસ્કૃત સુભાષિત શેર કરતા જીવનમાં શુભ વિચારો, મધુર વાણી અને શ્રેષ્ઠ કર્મો અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, મનુષ્ય જે વિચારો, શબ્દો અને કર્મોનો સતત અભ્યાસ કરે છે, આખર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શુક્રવારે એક સંસ્કૃત સુભાષિત શેર કરતા જીવનમાં શુભ વિચારો, મધુર વાણી અને શ્રેષ્ઠ કર્મો અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, મનુષ્ય જે વિચારો, શબ્દો અને કર્મોનો સતત અભ્યાસ કરે છે, આખરે તે જ તેના વ્યક્તિત્વ અને જીવનની દિશા નક્કી કરે છે.

વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે,

कर्मणा मनसा वाचा यदभीक्ष्णं निषेवते।तदेवापहरत्येनं तस्मात् कल्याणमाचरेत्॥

આ સુભાષિતનો અર્થ છે કે, મનુષ્ય પોતાના કર્મો, વિચારો અને વાણીના માધ્યમથી જે પ્રવૃત્તિનું વારંવાર અનુસરણ કરે છે, તેનો પ્રભાવ ધીમે ધીમે તેના સ્વભાવ અને ચારિત્ર્ય પર પડે છે. આખરે તે જ તેના વ્યક્તિત્વને આકાર આપે છે અને તેને તે જ દિશામાં આગળ વધારે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેથી દરેક વ્યક્તિએ પોતાના વિચારોમાં સકારાત્મકતા, પોતાની વાણીમાં મધુરતા અને પોતાના કર્મોમાં લોકકલ્યાણની ભાવનાને સ્થાન આપવું જોઈએ. જીવનમાં કલ્યાણકારી આચરણ અપનાવવાથી માત્ર વ્યક્તિનું ચારિત્ર્ય સુદૃઢ થતું નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં પણ તેની સકારાત્મક ભૂમિકા સુનિશ્ચિત થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande