
નવી દિલ્હી, ૨૫ જુલાઈ (હિ.સ.)। સોશિયલ મીડિયા અભિયાન કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના પ્રમુખ અભિજીત દીપકેને મિયાદી તાવ એટલે કે ‘ટાઈફોઈડ’ થયો છે. આ માહિતી ખુદ દીપકેએ શનિવારે એક્સ પર એક પોસ્ટ દ્વારા આપી.
દીપકેએ લખ્યું, સૌને ખબર છે કે છેલ્લા કેટલાક દિવસોથી મારી તબિયત ખરાબ હતી, હવે બ્લડ રિપોર્ટ આવી ગયા છે જેમાં મને ટાઈફોઈડ હોવાની ફરિયાદ છે જેની સારવાર ચાલી રહી છે, રોજ સવારે અને સાંજે આઈવીએસ લાગી રહ્યા છે. તેમણે દેશભરમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા પોતાના સમર્થકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.
ઉલ્લેખનીય છે કે, પ્રમુખ દીપકેએ ગુરુવારે તબિયત ખરાબ હોવાની જાણકારી આપી હતી. તેમને તેજ તાવ છે. વિદ્યાર્થી આંદોલનમાં હજારોની સંખ્યામાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રણાલીમાં અનિયમિતતા અને પેપર લીક મામલાને લઈને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ