વડાપ્રધાન મોદી અને લોકસભા અધ્યક્ષે દેવશયની આષાઢી એકાદશીની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, શનિવારે દેવશયની આષાઢી એકાદશીના અવસર પર તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ શુભ દિવસ ભક્તિ અને કરુણાના શાશ્વત સંદેશનું પ્રતીક છે. ભગવાન વિઠ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, શનિવારે દેવશયની આષાઢી એકાદશીના અવસર પર તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ શુભ દિવસ ભક્તિ અને કરુણાના શાશ્વત સંદેશનું પ્રતીક છે. ભગવાન વિઠ્ઠલના આશીર્વાદ આપણા સૌના જીવનમાં ખુશીઓ, સદ્ભાવ અને સમૃદ્ધિ લાવે તથા આપણને એક બહેતર સમાજના નિર્માણ તરફ પ્રેરિત કરે. તેઓ આપણને દરેક વ્યક્તિના કલ્યાણ અને સન્માન માટે નિસ્વાર્થ ભાવે સેવા કરવા અને અથાક પ્રયાસો કરવાનો સંકલ્પ અને શક્તિ પ્રદાન કરે.

ઓમ બિરલાએ કહ્યું કે, આસ્થા, તપસ્યા, સંયમ અને ભક્તિનો આ દિવ્ય અવસર આપણને આત્મ-ચિંતન, સેવા અને સત્કર્મોના પથ પર આગળ વધવાની પ્રેરણા આપે છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય, શાંતિ અને નવી ઊર્જાનો સંચાર થાય તથા ચાતુર્માસનો આ સમયગાળો સૌના માટે મંગલમય અને કલ્યાણકારી સિદ્ધ થાય.

સહકાર અને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ભગવાન વિઠ્ઠલ અને માતા રખુમાઈ સૌના જીવનને ખુશીઓ, શાંતિ, સમૃદ્ધિ અને નવી ઊર્જાથી ભરી દે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદ સૌ પર બની રહે. આ પવિત્ર પર્વ આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ લાવે તથા આપણને સેવા, કરુણા અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ભગવાન વિઠ્ઠલની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય આવે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande