
નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું. કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) એ નીટ પરીક્ષાના પેપર લીકના સંદર્ભમાં તેમના રાજીનામાની માંગ કરી હતી.
ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું, મેં જંતર-મંતર અને દેશભરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનનીય વડા પ્રધાનને મારું રાજીનામું મોકલ્યું છે, જેથી રાષ્ટ્ર વિરોધી શક્તિઓ તેનો લાભ ના લે, દેશની એકતા જળવાઈ રહે, ભારતમાં એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન ફસાઈ જાય અને આપણા બાળકો પોતાનો સમય અભ્યાસ માટે સમર્પિત કરે અને પોતાની કારકિર્દી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ