શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા બાદ, જમ્મુ અને કાશ્મીરના સાંબા અને કઠુઆમાં સર્ચ ઓપરેશન શરૂ
સાંબા, નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.). આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના સાંબા અને કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળોએ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે,
શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા બાદ, જમ્મુ અને કાશ્મીરના સાંબા અને કઠુઆમાં સર્ચ ઓપરેશન શરૂ


સાંબા, નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.). આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના સાંબા અને કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળોએ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક વિશાળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે મોડી રાત્રે, સેનાના જવાનોએ સાંબાના વિજયપુર વિસ્તારમાં તારોર ગામ ઉપર હવામાં એક વસ્તુ જોઈ હતી. ત્યારબાદ ડ્રોન વિરોધી પગલાં શરૂ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ડ્રોન પાકિસ્તાન પરત ફર્યું હોવાનું માનવામાં આવે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં ચક નલુઆ ગામ ઉપર એક શંકાસ્પદ ડ્રોન પણ થોડા સમય માટે ફરતું જોવા મળ્યું હતું. ડ્રોન પ્રવૃત્તિ સંબંધિત કોઈપણ સંભવિત પેલોડ અથવા પુરાવા શોધવા માટે સુરક્ષા દળોએ બંને વિસ્તારોમાં વ્યાપક શોધખોળ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વારંવાર ડ્રોન પ્રવૃત્તિને કારણે સરહદ નજીક દેખરેખ વધારી દેવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande