
ઇમ્ફાલ, નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.). મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના પટસોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંગાઈથલ પાર્ક નજીક 24 જુલાઈએ ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ મોટા પ્રમાણમાં હથિયારો, દારૂગોળો અને લશ્કરી સામગ્રી જપ્ત કરી.
જપ્ત કરાયેલી સામગ્રીમાં આઠ પિસ્તોલ મેગેઝીન સહિત, ચાર રાઈફલ, ત્રણ હાથગોળા, ત્રણ ડેટોનેટર, મોટી સંખ્યામાં જીવતા કારતૂસ અને ખાલી ખોખા, અનેક મેગેઝીન તથા બુલેટપ્રૂફ જેકેટ, મેગેઝીન પાઉચ અને વાયરલેસ સંચાર સેટ સહિત અન્ય લશ્કરી ઉપકરણોનો સમાવેશ થાય છે.
આ જપ્તી વિસ્તારમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાના ઉદ્દેશ્યથી ચલાવવામાં આવી રહેલા સુરક્ષા અભિયાન દરમિયાન કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ