આમિર ખાને કેમેરા પર પોતાના ત્રીજા લગ્નની અફવાઓની પુષ્ટિ કરી
નવી દિલ્હી, 03 જુલાઈ (હિ.સ.) બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને પહેલી વાર જાહેરમાં પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથેના લગ્નની અફવાઓની પુષ્ટિ કરી છે. તેમણે તાજેતરમાં વેબ સિરીઝ પ્રીતમ એન્ડ પેડ્રો ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી અને મીડિયા સાથેની વાતચીત
આમિર ખાન અને ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 03 જુલાઈ (હિ.સ.) બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાને પહેલી વાર જાહેરમાં પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથેના લગ્નની અફવાઓની પુષ્ટિ કરી છે. તેમણે તાજેતરમાં વેબ સિરીઝ પ્રીતમ એન્ડ પેડ્રો ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી અને મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ 5 જુલાઈના રોજ ગૌરી સાથે લગ્ન કરશે. આમિરે જણાવ્યું હતું કે, લગ્ન તેમના ઘરે બંને પરિવારોની હાજરીમાં એક સરળ અને ખાનગી પ્રસંગ હશે. સમારોહ દરમિયાન, તેમણે પાપારાઝી અને ચાહકો પાસેથી તેમના નવા જીવન માટે આશીર્વાદ પણ માંગ્યા હતા.

આમિર ખાને જણાવ્યું હતું કે, લગ્ન મુંબઈના બાંદ્રા સ્થિત તેમના નિવાસસ્થાને કોર્ટ મેરેજ હશે. સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો, અભિનેતાના બાળકો અને થોડા નજીકના મિત્રો જ હાજરી આપશે. આ કાર્યક્રમ સવારે અથવા બપોરે યોજાવાની શક્યતા છે. અભિનેતાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે, લગ્ન પછી કોઈ ભવ્ય સ્વાગત નહીં થાય અને સમગ્ર સમારોહ ખાનગી રહેશે.

એ નોંધનીય છે કે, આમિર ખાને સૌપ્રથમ તેમના 60મા જન્મદિવસે ગૌરી સ્પ્રેટને જાહેરમાં તેમના જીવનસાથી તરીકે રજૂ કર્યા હતા. બંને છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશિપમાં છે. આ આમિરના ત્રીજા લગ્ન હશે, જેના કારણે તેના ચાહકોમાં ભારે ઉત્તેજના ફેલાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande