વિમ્બલ્ડનમાં 105 જીત સાથે ચોથા રાઉન્ડમાં પહોંચ્યો જકોવિચ, ફેડરરના રેકોર્ડની બરાબરી કરી
લંડન, નવી દિલ્હી, ૦4 જુલાઈ (હિ.સ.) સાત વખતના ચેમ્પિયન સર્બિયાના નોવાક જકોવિચે વિમ્બલ્ડન 2026માં રોજર ફેડરરના 105 જીતના રેકોર્ડની બરાબરી કરીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ત્રીજા રાઉન્ડમાં તેણે શુક્રવારે ફ્રાન્સના આર્થર રીંદરકનેશ ને 7-5,6-4,
जीत दर्ज करने के बाद खुशी मनाते नोवाक जोकोविच


લંડન, નવી દિલ્હી, ૦4 જુલાઈ (હિ.સ.) સાત વખતના ચેમ્પિયન સર્બિયાના નોવાક જકોવિચે વિમ્બલ્ડન 2026માં રોજર ફેડરરના 105 જીતના રેકોર્ડની બરાબરી કરીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ત્રીજા રાઉન્ડમાં તેણે શુક્રવારે ફ્રાન્સના આર્થર રીંદરકનેશ ને 7-5,6-4, 1-6, 7-6 (7-4) થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

39 વર્ષીય જ્યોકોવિચ, હવે પુરુષ સિંગલ્સમાં ફેડરરના આઠ વિમ્બલ્ડન ખિતાબના રેકોર્ડની બરાબરી કરવા માટે એક પગલું આગળ છે.

સેન્ટર કોર્ટ પર રમાયેલી મેચમાં, જકોવિચે પ્રથમ બે સેટ અદભૂત રીતે જીત્યા હતા, પરંતુ રિન્ડરક્નેચે ત્રીજા સેટમાં મજબૂત પુનરાગમન કરીને તેને 6-1 થી હરાવીને મેચને રોમાંચક બનાવી હતી.

ફ્રેન્ચ ખેલાડીએ તેની ઝડપી સર્વિસ અને આક્રમક રમત સાથે ચોથા સેટમાં જકોવિચને પડકારવાનું ચાલુ રાખ્યું હતું. જો કે, ટાઈબ્રેકમાં, અનુભવી સર્બિયન ખેલાડીએ ખૂબ જ સંયમ દર્શાવ્યો અને કોઈ ભૂલ કર્યા વિના મેચ જીતી લીધી.

આ જીત સાથે, જકોવિચે વિમ્બલ્ડનમાં પોતાની 105મી જીત નોંધાવી અને રોજર ફેડરરના રેકોર્ડની બરાબરી કરી.

હવે તે ચોથા રાઉન્ડમાં રશિયાના ક્વોલિફાયર રોમન સફિયુલિન સામે ટકરાશે. જો આ મેચ જીતે છે, તો તે વિમ્બલ્ડનમાં સૌથી વધુ મેચ જીતનાર ખેલાડીઓની યાદીમાં ફેડરરને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી જશે. વિમ્બલ્ડનમાં 120 મેચ જીતનાર માર્ટિના નવરાતિલોવા આ યાદીમાં ટોચ પર છે.

હિન્દુસ્થાન સમાચાર /સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande