'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ'માં માંડવિયાનું આહ્વાન: દરરોજ એક કલાક રમતગમત માટે સમર્પિત કરો
નવી દિલ્હી, 5 જુલાઈ (હિ.સ): કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમથી ''ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ''ના 80મા સંસ્કરણનું નેતૃત્વ કર્યું. તેમણે લોકોને ઓછામાં ઓછો એક કલાક તેમના મોબાઇલ સ્
'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ'ના કાર્યક્રમમાં મનસુખ માંડવીયા


નવી દિલ્હી, 5 જુલાઈ (હિ.સ): કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમથી 'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ'ના 80મા સંસ્કરણનું નેતૃત્વ કર્યું. તેમણે લોકોને ઓછામાં ઓછો એક કલાક તેમના મોબાઇલ સ્ક્રીનથી દૂર રાખવા અને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા તેમના સ્વાસ્થ્ય માટે સમર્પિત કરવા વિનંતી કરી.

આ કાર્યક્રમનું આયોજન આધ્યાત્મિક ગુરુ શ્રી સત્ય સાંઈની શતાબ્દી નિમિત્તે શ્રી સત્ય સાંઈ સેવા સંગઠનોના સહયોગથી કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં 9,000 થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ઝુમ્બા અને યોગ સત્રો સાથે કોમ્યુનિટી રન અને રાઇડ્સમાં ભાગ લીધો હતો. આર્ટ ઓફ લિવિંગ, હાર્ટફુલનેસ અને ઈશા ફાઉન્ડેશનના સહયોગથી સાયકલિંગ ડ્રાઇવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય રમતગમત મંત્રીએ ભાર મૂક્યો કે, ફિટનેસ બધા નાગરિકો માટે જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય નક્કી કર્યું છે. કોઈપણ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે, તેના નાગરિકોનું સ્વાસ્થ્ય જરૂરી છે, અને સ્વાસ્થ્ય માટે, નાગરિકો માટે ફિટ રહેવું પણ જરૂરી છે. સન્ડે ઓન સાયકલ, એ પ્રધાનમંત્રીના ફિટ ઈન્ડિયા અભિયાનનો એક ભાગ છે. દરેક વ્યક્તિએ પોતાના હૃદય અને શરીરને સ્વસ્થ રાખવા માટે દોડવું જોઈએ અથવા સાયકલ ચલાવવું જોઈએ.

ડૉ. માંડવિયાએ વૈદિક મંત્રોચ્ચાર અને દીવા પ્રગટાવીને કોમ્યુનિટી ફિટનેસ રાઈડનું ઉદ્ઘાટન કર્યું. તેમની સાથે શ્રી સત્ય સાંઈ સેવા સંગઠનના અખિલ ભારતીય પ્રમુખ નિમિષ ગુલાબરાઈ પંડ્યા, સચિવ (રમતગમત), કોર્પોરેટ બાબતોના સચિવ દિપ્તી મુખર્જી અને અન્ય લોકો હતા. કોમ્યુનિટી ફિટનેસ રાઈડ શરૂ કરતા પહેલા ડ્રગ-મુક્ત ભારત માટે જાહેર પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.

આ કાર્યક્રમ વિશે બોલતા નિમિષ પંડ્યાએ જણાવ્યું હતું કે, ફિટ ઈન્ડિયાનો ઉદ્દેશ્ય દરેક ભારતીય નાગરિકને ફિટ અને સ્વસ્થ બનાવવાનો છે, જ્યારે શ્રી સત્ય સાંઈ સેવા સંગઠનનો ઉદ્દેશ્ય દરેકને પ્રેમ કરવાનો, દરેકની સેવા કરવાનો છે. તેથી, 'સન્ડેઝ ઓન સાયકલ્સ' ના આ 80મા સંસ્કરણ માટે બંને સંગઠનોનું એકત્ર થવું એક અદ્ભુત સંયોજન છે. તેમણે કહ્યું કે યુવાનોએ સારી ટેવો અપનાવવી જોઈએ, કારણ કે એવું કહેવાય છે કે સારા શરીરમાં સારું મન અને ભાવના રહે છે. યુવાનોએ પોતાના શરીરની સારી સંભાળ રાખવી જોઈએ. આ આપણી ભારતીય સંસ્કૃતિનો પાયો પણ છે.

હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande