પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ સેમ મોસ્ટિન સાથે મુલાકાત કરી ....
મેલબર્ન, નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ સેમ મોસ્ટિન સાથે મુલાકાત કરીને ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. બંને નેતાઓએ વેપાર, રોકાણ, શિક્ષણ, નવીનતા અને
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


મેલબર્ન, નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ સેમ મોસ્ટિન સાથે મુલાકાત કરીને ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. બંને નેતાઓએ વેપાર, રોકાણ, શિક્ષણ, નવીનતા અને રમતગમત સહકારને વધુ મજબૂત બનાવવા પર સહમતિ વ્યક્ત કરી તથા જણાવ્યું કે આ ક્ષેત્રોમાં વધતો સહકાર બંને દેશોના લોકો માટે નવા અવસરો અને સ્પષ્ટ લાભ લઈને આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી નિવેદન મુજબ, મેલબર્નમાં થયેલી આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સતત વધતી ઊંડાણ અને વિવિધતાથી સંતોષ વ્યક્ત કર્યો. તેમણે બંને દેશો વચ્ચે ઝડપથી મજબૂત બની રહેલા આર્થિક સંબંધોનું સ્વાગત કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વેપાર અને રોકાણ સાથે-સાથ શિક્ષણ અને નવીનતાના ક્ષેત્રમાં સહકાર વધુ વિસ્તરશે.

બેઠકમાં બંને નેતાઓએ રમતગમત સંબંધો સતત મજબૂત બની રહ્યા હોવાથી પણ પ્રસન્નતા વ્યક્ત કરી. તેમણે વર્ષ 2030માં ભારતમાં યોજાનાર રાષ્ટ્રમંડળ રમતો 2030 અને વર્ષ 2032માં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ગ્રીષ્મકાળીન ઓલિમ્પિક 2032ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રમતગમત સહકારને વધુ ગાઢ બનાવવાનો ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના મજબૂત જન-થી-જન સંપર્કો બંને દેશોના સંબંધોની સૌથી મોટી શક્તિ છે અને આ જ સંબંધોને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને આગળ વધારવામાં ગવર્નર જનરલ સેમ મોસ્ટિનના સતત સહયોગ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. બંને નેતાઓએ આવનારા વર્ષોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પોતાની સંયુક્ત પ્રતિબદ્ધતા ફરીથી દોહરાવી.

હિંદુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande