જૂનાગઢ તાલુકામાં નવા પીપળીયા ગામ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું
જૂનાગઢ, 01 ઓગસ્ટ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ “ઘરેલું હિંસા અધિનિયમ –૨૦૦૫” અંતર્ગત જૂનાગઢ તાલુકાના નવાપીપળીયા ગામ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન
જૂનાગઢ તાલુકામાં નવા પીપળીયા ગામ ખાતે


જૂનાગઢ, 01 ઓગસ્ટ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ “ઘરેલું હિંસા અધિનિયમ –૨૦૦૫” અંતર્ગત જૂનાગઢ તાલુકાના નવાપીપળીયા ગામ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને ઘરેલુ હિંસા એટલે શું? ઘરેલુ હિંસા કેટલા પ્રકારની છે? જો આ પ્રકારની હિંસા થતી હોય તો બહેનને સરકારની વિવિધ યોજનાઓ મારફત કઈ રીતે લાભ મેળવી શકે? વગેરે માહિતી આપવામાં આવી હતી.

તેમજ ઘરેલું હિંસાનો ભોગ બનેલ બહેન અરજી કયા સ્થળ પર કરી શકે? કેટલા દિવસમાં કરી શકે? તેના માટે શું કાયદાકીય જોગવાઈ છે? તેના દંડ અને સજાનુ શું પ્રાધાન્ય હોય છે? તેની વિસ્તૃત સમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડ દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી.સોજીત્રા દ્વારા કચેરી અંતર્ગત ચાલતી મહિલાલક્ષી યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. તેમજ સાયબર સેલમાંથી પી.એસ.આઈ. ધારાબેને સાયબર ગુનાઓ અને ફ્રોડ વિશે માહિતી આપી હતી અને ૧૯૩૦ નિઃશુલ્ક સાયબર હેલ્પલાઈનની જાણકારી આપી હતી.

આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, PBSC, ૧૮૧ અભયમ સ્ટાફ ટીમ દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.

ઉપરોક્ત કાર્યક્રમ દરમિયાન ગ્રામ સરપંચ કંચનબેન સાવલિયા, DHEW ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર, PBSC, ૧૮૧ અભયમ સ્ટાફ ટીમ હાજર રહ્યા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande