
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર
જિલ્લામાં વધી રહેલ દારૂના દૂષણને ડામવા પોરબંદર પોલીસે લાલ આખાં કરી હોય તેમ અલગ અલગ
વિસ્તારો માંથી દારૂના જથ્થા ને જડપી પાડે છે. ત્યારે વધુ એક વખત રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંરબારી કેડા ખાતે પોલીસે દરોડોપાડી રહેણાંક મકાનમાંથી ભારતીયબનાવટનો વિદેશી દારૂનો જથ્થોઝડપી પાડ્યો હતો. પોલીસેઅલગ-અલગ બ્રાન્ડની કુલ 38 બોટલ, કિંમત રૂ.25,778નો દારૂકબજે કર્યો હતો. રબારીકેડા ખાતેરહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતેદારૂનો જથ્થો રાખવામાં આવ્યોહોવાની બાતમી મળતા પોલીસે દરોડોપાડતા ભારતીય બનાવટનો વિદેશીદારૂના જથ્થા સાથે આવડા નાથાભાઈગુરગુટીયા (ઉં.વ.19)ને ઝડપી લીધોહતો.તેમજ આ કેસમાં સંડોવાયેલઅન્ય બે આરોપી પરબત જીવણભાઈમોરી અને કરશન જીવણભાઈ મોરીરહે. ધ્રામણીનેશ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા બંને આરોપીઓહાલ ફરાર છે.રાણાવાવ પોલીસે ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશનએક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya