પોરબંદર: ખેતરમાં સાતી હાંકવા બાબતે દાતરડાથી હુમલો
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.) : કેશવ ગામની નાખડી સીમમાં ખેતરમાં સાતી હાંકવાની બાબતે ખેડૂત પર દાતરડાથી હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. કેશવ ગામના વેજાભાઈ દેવશીભાઈ કેશવાલા (55) પોતાના ખેતરમાં સાતી હાંકતા હતા ત્યારે જેઠા દેવશીભાઈ કેશવાલા ત્યાં દાતરડું લઈન
પોરબંદર: ખેતરમાં સાતી હાંકવા બાબતે દાતરડાથી હુમલો


પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.) : કેશવ ગામની નાખડી સીમમાં ખેતરમાં સાતી હાંકવાની બાબતે ખેડૂત પર દાતરડાથી હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. કેશવ ગામના વેજાભાઈ દેવશીભાઈ કેશવાલા (55) પોતાના ખેતરમાં સાતી હાંકતા હતા ત્યારે જેઠા દેવશીભાઈ કેશવાલા ત્યાં દાતરડું લઈને આવ્યા હતા. આરોપીએ પોતાના ખેતરના શેઢાથી દૂર સાતી હાંકવાનું કહી વેજાભાઈને ગાળો આપી હતી.

ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો. દરમિયાન આરોપીએ હાથમાં રહેલા દાતરડાથી ફરિયાદીના હાથ પર ઘા માર્યો હતો. દાતરડાના ઘાથી વેજાભાઈના જમણા હાથની વચ્ચેની બંને આંગળીઓમાં લોહી નીકળતી ઈજા થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે મારામારી અને ઈજા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ આરોપીએ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોરબંદરના હથિયારબંધી જાહેરનામાનો પણ ભંગ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande