પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની અછતહવે માત્ર ચિંતાનો વિષય રહી નથી, પરંતુ ખેતીઅને પશુપાલન સામે ગંભીર સંકટ બનીને ઊભીથઈ છે. મેઘરાજાએ જાણે પોરબંદરથી મોઢું ફેરવીલીધું હોય તેમ પૂરતો વરસાદ ન પડતા ગ્રામ્યવિસ્તારો
પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ


પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની

અછતહવે માત્ર ચિંતાનો વિષય રહી નથી,

પરંતુ ખેતીઅને પશુપાલન સામે ગંભીર સંકટ બનીને ઊભીથઈ છે. મેઘરાજાએ જાણે પોરબંદરથી મોઢું ફેરવીલીધું હોય તેમ પૂરતો વરસાદ ન પડતા ગ્રામ્યવિસ્તારોમાં ખેડૂતોની મુશ્કેલી દિવસેને દિવસે વધીરહી છે.વરસાદના અભાવે ખેતરોમાં ઉભેલા પાકનેપાણીની જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ કુદરતીપાણીના સ્ત્રોતો પણ હવે ખેડૂતોને સાથ

આપતાન હોવાથી ચિંતાનું વાતાવરણ સર્જાયું

છે.વરસાદખેંચાતા અનેક વિસ્તારોમાં વાવ, કૂવા અને બોરનાપાણીના સ્તર નીચે જતા રહ્યા છે. શરૂઆતમાંવરસાદની આશાએ વાવેતર કરનાર ખેડૂતો હવેઆકાશ સામે મીટ માંડીને બેઠા છે. ખાસ કરીનેમગફળી સહિતના ખરીફ પાકને સમયસર પાણીનહીં મળે તો ઉત્પાદન ઉપર સીધી અસર થવાનીભીતિ છે. મોંઘા બિયારણ, ખાતર, દવા અનેમજૂરી પાછળ ખર્ચકર્યા બાદ હવે પાક બચાવવોખેડૂતો માટે મોટો પડકાર બની ગયો છે.બીજીતરફ પશુપાલકો માટે પણ પાણી અને ઘાસચારાનીચિંતા ઊભી થઈ છે. વરસાદ નહીં પડતાં લીલોચારો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતો નથી અનેપશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા પણમુશ્કેલ બની રહી છે. જો વરસાદ હજુ વધુ ખેંચાયતો પશુપાલન વ્યવસાય ઉપર પણ ગંભીર અસરથવાની ભીતિ છે. ત્યારે વરસાદની અછત વચ્ચેપોરબંદર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેરકરવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં ઉઠી

છે.

*વરસાદની અછત વચ્ચે રાજકીય-સામાજિક આગેવાનોએપણ પોરબંદરનેદુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માંગ*

વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી

રહી છે ત્યારે હવે રાજકીય અને સામાજિક આગેવાનો પણખેડૂતોના સમર્થનમાં મેદાને આવ્યા છે. વિપક્ષ તથા આમ આદમી પાર્ટીના

ખેડૂત નેતા હિતેશ મોઢવાડીયા, કોંગ્રેસના આગેવાનો સહિત વિવિધ રાજકીય

અને સામાજિક આગેવાનોએ પણ પોરબંદર જિલ્લાનેતાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠાવી છે. આગેવાનોના

જણાવ્યા મુજબ વરસાદના અભાવેખેડૂતોના પાક ઉપર ગંભીર સંકટ ઊભું થયું છે અને વાવ, કૂવા તથા બોરના જળસ્તર પણ સતત નીચે જઈરહ્યા છે. સરકાર દ્વારા તાત્કાલિક સિંચાઈ માટે પાણી તેમજ પશુપાલકોને

ઘાસચારા અને પાણીની વ્યવસ્થાપૂરી પાડવામાં આવે તેમજ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે

તેવી માંગ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande