પાટણ BIPSમાં ‘દીક્ષા’ ઈન્વેસ્ટિચર સેરેમની યોજાઈ, વિદ્યાર્થીઓએ સંભાળી નેતૃત્વની જવાબદારી
પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ સ્થિત NGES કેમ્પસ સંચાલિત ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને નેતૃત્વ ઘડતર માટે વાલી અભિમુખીકરણ કાર્યક્રમ (POP) તથા ‘દીક્ષા: A Dawn of Leadership’ ઈન્વેસ્ટિચર સેરેમની યોજાઈ હતી. ક
પાટણ BIPSમાં ‘દીક્ષા’ ઈન્વેસ્ટિચર સેરેમની યોજાઈ, વિદ્યાર્થીઓએ સંભાળી નેતૃત્વની જવાબદારી


પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ સ્થિત NGES કેમ્પસ સંચાલિત ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને નેતૃત્વ ઘડતર માટે વાલી અભિમુખીકરણ કાર્યક્રમ (POP) તથા ‘દીક્ષા: A Dawn of Leadership’ ઈન્વેસ્ટિચર સેરેમની યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી.

વાલીઓને શાળાની શૈક્ષણિક પદ્ધતિ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ સરસ્વતી વંદના, સ્વાગત નૃત્ય, ‘Green India, Clean India’, ગુજરાતી મૂક નાટક સહિત વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રતિભા દર્શાવી હતી.

‘દીક્ષા’ સેરેમનીમાં નવા વિદ્યાર્થી નેતાઓને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. Outgoing Leadersએ પોતાના અનુભવો અને માર્ગદર્શન આપ્યા બાદ શપથવિધિ યોજાઈ, જેમાં વિદ્યાર્થી નેતાઓએ શાળાની પ્રતિષ્ઠા જાળવવા, શિસ્તનું પાલન કરવા અને જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

BIPSમાં વિદ્યાર્થીઓને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચાર હાઉસમાં વિભાજિત કરવામાં આવ્યા છે. હાઉસ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, ટીમવર્ક, શિસ્ત અને જવાબદારીની ભાવના વિકસાવવામાં આવે છે. શિક્ષણ, સંસ્કાર, વાલી-શાળા સહભાગિતા અને નેતૃત્વ વિકાસના સુંદર સમન્વય સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande