
ગીર સોમનાથ 10 ઓગસ્ટ (હિ.સ.) : જેમ જેમ શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો હોય ત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાં હર ભોલેનાથના નારા
ગુઝી રહ્યા છે ત્યારે સોમનાથ મહાદેવને વાજતે ગાજતે અમદાવાદના બાપાસીતારામ સેવા ટ્રસ્ટે ધજા ચઢાવી અને મહાદેવને મહાથાળ ધયો હતો.
સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે અમદાવાદના બાપાસીતારામ સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો ભક્તોએ પવિત્ર શ્રાવણમાસ પૂર્વ સાફ-સફાઈ સેવાઓ કરી હતી. આજરોજ બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 500 જેટલા ભાવિક ભક્તોએ વાજતે ગાજતે ધૂન ભજન અને ભક્તિ રાસ સાથે બાપાસીતારામ ની શોભાયાત્રા સોમનાથ મંદિર સુધી કાઢી હતી અને સોમનાથ મહાદેવને ધજારોહણ કરી મહાથાળ ધયો હતો અમદાવાદનું બાપા સીતારામ સેવા ટ્રસ્ટ દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ પૂર્વ છેલ્લા 15 વર્ષથી અહીં આવે છે અને સેવાયજ્ઞ કરે છે અમદાવાદનું આ ટ્રસ્ટ દર મહિને ગુજરાતના કોઈને કોઈ મંદિરમાં આ રીતે સફાઈ સેવા કરી ભક્તિ સાથે સ્વચ્છતા જોડી દિવ્ય પ્રેરક દ્રષ્ટાંત આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ