
ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) : સ્વચ્છતા અભિયાન અંતર્ગત વેરાવળ અને આંકોલવાડી બસ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં એસ.ટી. ડેપોના કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓએ ભાગીદારી નોંધાવી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
આ સ્વછતા અભિયાનમાં વેરાવળ તેમજ આંકોલવાડી ડેપોનો સ્ટાફ તેમજ સફાઈ કામદારોએ પણ સહભાગીદારી નોંધાવી હતી. ‘આપણું બસ સ્ટેશન, સ્વચ્છ બસ સ્ટેશન’ની નેમ સાથે વૃક્ષારોપણ કર્યું હતું.
આ સ્વચ્છતા અભિયાનમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ઉપપ્રમુખ ભેંની બહેન જેઠવા, નગરપાલિકા કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, આંકોલવાડીના સરપંચ સેજલબેન વઘાસિયા ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું.
‘આપણું રાજ્ય સ્વચ્છ રાજ્ય , આપણો દેશ સ્વચ્છ દેશ’ની નેમ સાથે આ સફાઈ કાયમી ધોરણે ચાલુ રાખી અને મુસાફરોને ઉત્તમ સુવિધા આપવા સાથે સ્વચ્છતા રાખવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ