વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વેરાવળ ખાતે ભવ્ય જિલ્લા કક્ષાની જાગૃતિ રેલી યોજાઈ: 1300 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા
ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) : વન વિભાગ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ''વિશ્વ સિંહ દિવસ'' ની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા કક્ષાની એક વિશાળ જાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્ય
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વેરાવળ


ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) : વન વિભાગ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ 'વિશ્વ સિંહ દિવસ' ની ઉજવણીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લા કક્ષાની એક વિશાળ જાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીનો પ્રારંભ સરકારી બોયઝ હાઈસ્કૂલ, વેરાવળ ખાતેથી થયો હતો. માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) એમ. પી. બોરીચા સાહેબ દ્વારા લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલી સરકારી બોયઝ હાઈસ્કૂલથી શરૂ થઈ, શહેરના મુખ્ય માર્ગો તથા ટાવર ચોકથી પ્રાંત ઓફિસ થઈને પુનઃ બોયઝ હાઈસ્કૂલ ખાતે પરત ફરી સંપન્ન થઈ હતી.

એશિયાઈ સિંહોના સંરક્ષણ અને જતન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલી આ રેલીમાં વેરાવળ શહેરની વિવિધ શાળાઓમાંથી ૧૩૦૦ જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણને લગતા બેનરો અને સૂત્રોચ્ચાર દ્વારા સમગ્ર શહેરમાં જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો.

આ કાર્યક્રમ તથા રેલીના સફળ આયોજનમાં સરકારી બોયઝ હાઈસ્કૂલના આચાર્ય ખાંભલા સાહેબ, મુકેશ ચોલેરા, અનિસ રાચ્છ તેમજ વન વિભાગ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande