ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા વેરાવળ અને તાલાળા શહેર તથા ગ્રામ્ય પંથકમાં વીજ ચેકીંગ
ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) : વડી કચેરી જીયુવીએનએલ વડોદરા તથા પીજીવીસીએલ રાજકોટના માર્ગદર્શન હેઠળ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ વિભાગીય કચેરી હેઠળની તાલાલા વેરાવળ તથા સુત્રાપાડા તાલુકા ના શહેરી તથા ગ્રામ્યની કુલ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા વેરાવળ અને તાલાળા


ગીર સોમનાથ, 10 ઓગસ્ટ (હિ.સ.) : વડી કચેરી જીયુવીએનએલ વડોદરા તથા પીજીવીસીએલ રાજકોટના માર્ગદર્શન હેઠળ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ વિભાગીય કચેરી હેઠળની તાલાલા વેરાવળ તથા સુત્રાપાડા તાલુકા ના શહેરી તથા ગ્રામ્યની કુલ ૭ પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં પોલીસ તથા એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ની કુલ ૫૪ જેટલી વીજચેકિંગ ટીમો જેમાં ૨૨૦ અધીકારી/કર્મચારી દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૧૭૦૦ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી ૩૦૮ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ.૧૩૯.૭૮ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ધામલેજ, ગોવીંદપરા, ગાંગેથા, પીપળવા, સાસણ, ભાલછેલ, ચિત્રોડ, વિથલપુર, પીખોર, સોળાજ, સુંદરપરા, ડારી, ઊંબા ઉકડીયા, ખારવા વાડ, આરબ ચોક પ્રભાસપાટન ગામમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.

આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande