જામનગર : જોડિયાના લખતર ગામની સીમમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમ ત્રાટકી, જુગાર રમતાં 8 ઝડપાયા
જામનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમે ગત મોડી રાત્રે જુગારધામ પર દરોડો પાડી ગંજીપાનાથી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ, વાહનો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.10.
જુગાર


જામનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામની સીમમાં રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમે ગત મોડી રાત્રે જુગારધામ પર દરોડો પાડી ગંજીપાનાથી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ, વાહનો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.10.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રાજકોટ રેન્જની ક્રાઈમ ટીમને મળેલી બાતમીના આધારે તા.10 ઓગસ્ટના રોજ વહેલી સવારે આશરે 2:15 વાગ્યે લખતર ગામની સીમમાં આરોપી હેમરાજભાઈ ભાલોડીયાની વાડીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ હેમરાજભાઈએ પોતાના કબજાની વાડીએ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ગંજીપાનાના પાનાથી જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવ્યો હતો.

દરોડા દરમિયાન જુગાર રમતા સુખા મેધજીભાઈ ધેટીયા, કાન્તી ગંગારામભાઈ સંતોકી, પ્રવીણ અમૃતભાઈ નીમાવત, જીગ્નેશ મોહનભાઈ નાગપરા, નીલેશ ગીરધરભાઈ ભીમાણી, અજય મનજીભાઈ ગોદવાણી, નરભેરામ ટપુભાઈ ગડારા અને લાભુભારતી બચુભારતી ગોસાઈ મળી કુલ આઠ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.3,35,900, ગંજીપાનાના પાના, ત્રણ મોટરસાયકલ કિંમત રૂ.1 લાખ, એક ઇકો કાર કિંમત રૂ.5 લાખ તથા આઠ મોબાઈલ ફોન કિંમત રૂ.90 હજાર મળી કુલ રૂ.10,25,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કાર્યવાહીમાં આરોપી હેમરાજ શીવાભાઈ ભાલોડીયા ઉંમર 63 વર્ષના હોવાથી સિનિયર સિટિઝન તરીકે તેમને નોટિસ આપવામાં આવી હોવાનું પોલીસની ફરિયાદમાં નોંધાયું છે. આ અંગે જોડિયા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande