
જુનાગઢ, 10 ઓગસ્ટ (હિ.સ.) : સર્વોત્તમ સેવા થકી ગ્રાહકોને સંતોષ' ના ઉમદા ધ્યેય સાથે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) વર્તુળ કચેરી-જૂનાગઢ દ્વારા તેના માનવંતા વીજ ગ્રાહકોના વીજ વિક્ષેપ સંબંધિત પ્રશ્નોનું સરળતાથી અને ઝડપી નિરાકરણ આવે તે માટે તમામ પેટા વિભાગીય કચેરીઓના ફોલ્ટ સેન્ટરોના સંપર્ક નંબરો જાહેર હિતમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. વીજ ગ્રાહકો પોતાની ફરિયાદ માટે ૨૪x૭ કાર્યરત ટોલ ફ્રી નંબર ૧૯૧૨૨ અથવા ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩ પર તેમજ વ્હોટ્સએપ નંબર ૯૫૧૨૦૧૯૧૨૨ પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી જનસેવા કેન્દ્રના નંબર ૦૨૮૫-૨૬૫૦૧૧૮ પર પણ સંપર્ક કરી શકાશે.
જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ આવતી વિવિધ વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓના ફોલ્ટ સેન્ટરો માટે લેન્ડલાઈન અને મોબાઈલ નંબર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. શહેર વિભાગીય કચેરી, જૂનાગઢ હેઠળ સેન્ટ્રલ પેટા વિભાગ માટે ૦૨૮૫-૨૬૨૨૪૮૦, ૦૨૮૫-૨૬૫૦૦૯૩ અને મોબાઈલ ૯૬૮૭૬૩૩૭૪૧ છે. ગાંધીગ્રામ માટે ૦૨૮૫-૨૬૩૫૮૭૮, ૦૨૮૫-૨૬૩૫૦૯૫ અને મોબાઈલ ૯૬૮૭૬૩૩૭૪૩ પર સંપર્ક કરવો. જીઆઈડીસી વિસ્તાર માટે ૦૨૮૫-૨૬૫૧૧૩૧, ૦૨૮૫-૨૬૫૧૧૩૨ અને મોબાઈલ ૯૬૮૭૬૩૩૭૪૨, જ્યારે સેટેલાઈટ વિસ્તાર માટે ૦૨૮૫-૨૬૩૨૯૩૦ અને મોબાઈલ ૯૬૮૭૬૩૩૭૪૫ ફાળવવામાં આવ્યા છે.
ગ્રામ્ય વિભાગીય કચેરી-૧, જૂનાગઢ હેઠળ જુનાગઢ ગ્રામ્ય માટે ૦૨૮૫-૨૬૬૧૮૮૪ (મોબાઈલ: ૯૬૮૭૬૩૩૭૫૦), બિલખા માટે ૦૨૮૫-૨૬૮૩૧૬૦, ૦૨૮૫-૨૬૮૩૩૯૬ (મોબાઈલ: ૯૬૮૭૬૩૩૭૫૧), ભેસાણ માટે ૦૨૮૭૩-૨૫૩૩૨૯ (મોબાઈલ: ૯૬૮૭૬૩૩૭૫૨), વિસાવદર-૧ માટે ૦૨૮૭૩-૨૨૨૧૦૮ (મોબાઈલ: ૯૬૮૭૬૩૩૭૫૪), વિસાવદર-૨ માટે ૦૨૮૭૩-૨૨૧૧૦૮ (મોબાઈલ: ૯૬૮૭૬૩૩૭૫૭) અને શાપુર માટે ૦૨૮૭૨-૨૫૭૪૪૦ (મોબાઈલ: ૮૮૭૮૨૦૨૧૪૦) પર સંપર્ક કરી શકાશે.
ગ્રામ્ય વિભાગીય કચેરી-૨, જૂનાગઢ હેઠળ માણાવદર-૧ માટે ૦૨૮૭૪-૨૨૧૭૨૮ (મોબાઈલ: ૯૬૮૭૬૩૩૭૬૮), માણાવદર-૨ માટે ૦૨૮૭૪-૨૨૩૪૧૫ (મોબાઈલ: ૯૯૦૯૯૩૮૬૨૮), મેંદરડા-૧ માટે ૦૨૮૭૨-૨૪૧૪૮૮ (મોબાઈલ: ૯૯૦૯૯૩૮૬૩૬), મેંદરડા-૨ (સાસણ) માટે ૦૨૮૭૨-૨૯૯૨૦૦ (મોબાઈલ: ૬૩૫૭૯૫૬૨૦૨) અને વંથલી માટે ૦૨૮૭૨-૨૨૨૧૬૦ (મોબાઈલ: ૯૯૦૯૯૩૮૬૫૭) નંબર જાહેર કરાયા છે.
વેરાવળ વિભાગીય કચેરી હેઠળ વેરાવળ શહેર માટે ૦૨૮૭૬-૨૨૨૧૦૨, ૦૨૮૭૬-૨૨૨૦૦૨ (મોબાઈલ: ૯૬૮૭૬૩૩૭૮૭), વેરાવળ જીઆઈડીસી માટે ૦૨૮૭૬-૨૩૨૩૬૦ (મોબાઈલ: ૯૬૮૭૬૩૩૭૯૨), પ્રભાસ પાટણ માટે ૦૨૮૭૬-૨૩૧૮૭૦ (મોબાઈલ: ૯૬૮૭૬૩૩૭૯૦), તલાળા માટે ૦૨૮૭૭-૨૨૨૨૪૭ (મોબાઈલ: ૯૬૮૭૬૩૩૭૯૬), પ્રાંચી માટે ૦૨૮૭૬-૨૮૪૩૩૩ (મોબાઈલ: ૯૬૮૭૬૩૩૭૯૪), આંકોલવાડી માટે મોબાઈલ નંબર ૯૬૮૭૬૩૩૭૯૮ તથા સુત્રાપાડા માટે ૦૨૮૭૬-૨૬૪૧૦૦ (મોબાઈલ: ૯૬૮૭૬૩૩૭૮૧) પર વીજ ગ્રાહકો સંપર્ક કરી પોતાની સમસ્યા નોંધાવી શકે છે. એમ અધિક્ષક ઇજનેર, પીજીવીસીએલ, વર્તુળ કચેરી, જૂનાગઢ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ