વિજાપુરમાં 169 દિવ્યાંગોને રૂ. 28.50 લાખથી વધુના સાધનોનું વિતરણ
મહેસાણ, 10 ઓગસ્ટ (હિ.સ.) વિજાપુરના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ ખાતે દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. લોકસભા સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ અને વિજાપુરના ધારાસભ્ય
વિજાપુરમાં 169 દિવ્યાંગોને રૂ. 28.50 લાખથી વધુના સાધનોનું વિતરણ


મહેસાણ, 10 ઓગસ્ટ (હિ.સ.) વિજાપુરના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ ખાતે દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. લોકસભા સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ અને વિજાપુરના ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારની ADIP યોજના અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં વિજાપુર તાલુકાના 169 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. 28.50 લાખથી વધુની કિંમતના 306 સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. એલિમ્કો અમદાવાદ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ સાધન સહાય આપવામાં આવી હતી.

લાભાર્થીઓને ટ્રાયસિકલ, વ્હીલચેર, હિયરિંગ એડ, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ, સ્માર્ટ કેન, ટીચિંગ લર્નિંગ મટીરિયલ, સી.પી. ચેર અને ફોલ્ડિંગ વોકર સહિતના સાધનો આપવામાં આવ્યા હતા.

સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, દિવ્યાંગજનોને સાધન સહાય આપી તેમને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહેસાણા લોકસભા વિસ્તારમાં આશરે 1700 દિવ્યાંગોના સર્વે બાદ 3400થી વધુ સાધનો મંજૂર કરાયા છે અને તબક્કાવાર તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવનાર મહેસાણાના દિવ્યાંગ ખેલાડીને જિલ્લા પંચાયત તરફથી રૂ. 1 લાખનું પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande