મહેસાણા–મોઢેરા હાઈવે પર રણેલા ગામે નવા બ્રિજનું કામ શરૂ
મહેસાણા, 10 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા–મોઢેરા રાજ્ય ધોરીમાર્ગ નં. 134 પર રણેલા ગામ ખાતે નવા બ્રિજના નિર્માણકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, મહેસાણા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. નવા બ્રિજના નિર્માણથી આ માર્ગ પરથી
મહેસાણા–મોઢેરા હાઈવે પર રણેલા ગામે નવા બ્રિજનું કામ શરૂ


મહેસાણા, 10 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા–મોઢેરા રાજ્ય ધોરીમાર્ગ નં. 134 પર રણેલા ગામ ખાતે નવા બ્રિજના નિર્માણકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, મહેસાણા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. નવા બ્રિજના નિર્માણથી આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તેમજ મહેસાણા અને આસપાસના વિસ્તારોમાંથી મોઢેરા અને બેચરાજી જતા યાત્રાળુઓને વધુ સુગમ અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે.

રણેલા ગામ નજીક હાલના માર્ગ પર વરસાદી પાણીના નિકાલ અને વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને હયાત બ્રિજની બાજુમાં નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં વાહનવ્યવહારને સરળતાથી ચાલુ રાખવા માટે ડાયવર્ઝન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

નવા બ્રિજનું નિર્માણ આધુનિક તકનીકી ધોરણો અને માર્ગ સલામતીના નિયમોને અનુરૂપ કરવામાં આવશે. બ્રિજ કાર્યરત થયા બાદ મહેસાણા–મોઢેરા માર્ગની સર્વકાલીન ઉપયોગિતા વધશે અને વરસાદ દરમિયાન પાણીના નિકાલની સમસ્યામાં પણ રાહત મળશે.

આ ઉપરાંત માર્ગ પર વાહનવ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનતા સ્થાનિક તેમજ આંતરગ્રામીણ પરિવહનને વેગ મળશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય અને નાગરિકોને તેનો મહત્તમ લાભ મળે તે માટે કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande