પોરબંદરમાં ઘર પાસે પાર્ક કરેલી બાઈકની ચોરી
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર શહેરમાં અવારનવાર બાઇક ચોરી ના બનાવો બનતા હોય છે. ત્યારે વધુ એક બાઇક ચોરીનો બનવા સામે આવ્યો છે. જેમાં પોરબંદર શહેરના જયુબેલી વિસ્તારમાં શિવમમોલની બાજુમાં આવેલી વછરાજ હોટલ નજીક ફરિયાદીના રહેણાંક મ
પોરબંદરમાં ઘર પાસે પાર્ક કરેલી બાઈકની ચોરી


પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

શહેરમાં અવારનવાર બાઇક ચોરી ના બનાવો બનતા હોય છે. ત્યારે વધુ એક બાઇક ચોરીનો બનવા

સામે આવ્યો છે. જેમાં પોરબંદર શહેરના જયુબેલી વિસ્તારમાં શિવમમોલની બાજુમાં આવેલી વછરાજ હોટલ નજીક ફરિયાદીના રહેણાંક મકાન પાસે જાહેર રોડ પર પાર્ક કરેલી બાઈક ચોરી થઈ હોવાની ફરિયાદ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે.

જેમાં ફરિયાદી જેઠાભાઈ આલાભાઈ ખીસ્તરીયાએ જણાવ્યું છે કે, તેમના કબજા-હવાલા વાળી હીરો કંપનીનીકાળા કલરની, સિલ્વર પટ્ટાવાળી વર્ષ 2014 મોડલની

સ્પ્લેન્ડર પ્લસ બાઈક જાહેર રોડ પર પાર્ક કરેલી હતી. જેનું રજીસ્ટ્રેશન નંબર GJ-25-L-4453 છે. બાઈકનો ચેસીસ નંબર MBLHA10AMEHG7402 તથા એન્જિન નંબર HA10EJEHG49454 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અંદાજે રૂ.25,000ની કિંમતની બાઈક અજાણ્યો ચોર ઈસમ ચોરી કરીને લઈ ગયો હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande