ઓડદરના ખેડૂતએ ખેતી કરવાની સાથે ઘન જીવામૃતના ઉત્પાદનનો શરૂ કર્યો નવો પ્રયાસ
પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.) : રાસાયણિક ખેતીના વધતા ખર્ચ અને જમીનની ફળદ્રુપતા જાળવવાના પડકારો વચ્ચે પોરબંદર જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે ઓડદર ગામના પ્રગતિશીલ ખેડૂત ભરત ઓડેદરાએ પોતાના ખેતરમાં
ઓડદરના ખેડૂતએ ખેતી કરવાની સાથે ઘન જીવામૃતના ઉત્પાદનનો શરૂ કર્યો નવો પ્રયાસ.


ઓડદરના ખેડૂતએ ખેતી કરવાની સાથે ઘન જીવામૃતના ઉત્પાદનનો શરૂ કર્યો નવો પ્રયાસ.


ઓડદરના ખેડૂતએ ખેતી કરવાની સાથે ઘન જીવામૃતના ઉત્પાદનનો શરૂ કર્યો નવો પ્રયાસ.


ઓડદરના ખેડૂતએ ખેતી કરવાની સાથે ઘન જીવામૃતના ઉત્પાદનનો શરૂ કર્યો નવો પ્રયાસ.


પોરબંદર, 10 ઓગસ્ટ (હિ.સ.) : રાસાયણિક

ખેતીના વધતા ખર્ચ અને જમીનની ફળદ્રુપતા જાળવવાના પડકારો વચ્ચે પોરબંદર જિલ્લાના

અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે ઓડદર ગામના પ્રગતિશીલ ખેડૂત

ભરત ઓડેદરાએ પોતાના ખેતરમાં ઘન જીવામૃતના ઉપયોગથી મળેલા ફાયદાથી પ્રેરાઈને

અન્ય ખેડૂતોને પણ આ કુદરતી કૃષિ ઇનપુટ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી ઘન જીવામૃત

અને જીવામૃતના વ્યવસ્થિત ઉત્પાદનનો નવો પ્રયાસ શરૂ કર્યો છે.

પ્રગતિશીલ

ખેડૂત ભરત ઓડેદરા પોતાના ખેતરમાં ઘન જીવામૃતના ઉપયોગથી મળેલા સારા પરિણામોથી

અને અનુભવને અન્ય ખેડૂતો સુધી પહોંચાડવાના હેતુથી તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાપટ ખાતે માર્ગદર્શન મેળવીને મોટા

પાયે ઘન જીવામૃત અને જીવામૃત બનાવવાની શરૂઆત કરી છે. તેમણે ‘ગૌ શક્તિ ઘન જીવામૃત’

બ્રાન્ડ હેઠળ પ્રાકૃતિક ઘન જીવામૃત તેમજ જીવામૃતનું ઉત્પાદન શરૂ કર્યું છે.

પ્રગતિશીલ

ખેડૂત ભરત ઓડેદરાએ જણાવ્યું હતું કે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાપટ ખાતે મળેલા યોગ્ય માર્ગદર્શનના

આધારે ‘ગૌ શક્તિ ઘન જીવામૃત’ બ્રાન્ડ હેઠળ પ્રાકૃતિક ઘન જીવામૃત અને જીવામૃત

બનાવવાની સફળ શરૂઆત કરી છે. આ સંપૂર્ણપણે કુદરતી અને ગાય આધારિત ખેતી પદ્ધતિને

પ્રોત્સાહન આપતું કૃષિ ઇનપુટ છે. ઘન જીવામૃત તૈયાર કરવામાં ગાયનું છાણ, ગૌમૂત્ર, ચણાનો લોટ, ગોળ તેમજ આંકડા જેવા કુદરતી ઘટકોનો

ઉપયોગ કરવામાં આવે છે. તેમાં રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો

નથી.

ઘન

જીવામૃતનો ઉપયોગ નાળિયેરી,

આંબા સહિતના ફળાઉ વૃક્ષો તેમજ મગફળી, કપાસ જેવા વિવિધ પાકોમાં કરી શકાય છે.

ફળાઉ વૃક્ષોની ફરતે રિંગ બનાવીને ઘન જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સજીવ તત્વોનું

પ્રમાણ જાળવવામાં અને છોડના મૂળના વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ મળે છે. પરિણામે

છોડની તંદુરસ્ત વૃદ્ધિ, જમીનની ફળદ્રુપતા અને પાકની ગુણવત્તા

જાળવવામાં મદદરૂપ થાય છે.

ઉલ્લેખનીય

છે કે, પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ

ખેડૂતોનો વધતો ઝોક જોતા ભરતભાઈ ઓડેદરાની આ પહેલ મહત્વપૂર્ણ બની શકે છે. પોતાના

ખેતીના અનુભવને અન્ય ખેડૂતોના હિત સાથે જોડીને શરૂ કરાયેલો આ પ્રયાસ પોરબંદર

જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપતું અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની

રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande