એનડીએની 'મંગલ મિલન' સભામાં પીએમ મોદીએ ત્રિરંગો ફરકાવ્યો
નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એનડીએના ઘણા સાંસદો અને વરિષ્ઠ નેતાઓએ મંગળવારે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) સંસદીય પક્ષની સાપ્તાહિક ''મંગલ મિલન'' બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક દરમિયાન
PM Modi hoists the tricolor at NDA's 'Mangal Milan' meeting


નવી દિલ્હી, 11 ઓગસ્ટ (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એનડીએના ઘણા સાંસદો અને વરિષ્ઠ નેતાઓએ મંગળવારે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) સંસદીય પક્ષની સાપ્તાહિક 'મંગલ મિલન' બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી શાહ સહિત એનડીએના નેતાઓએ ત્રિરંગો ફરકાવ્યો હતો.

આ બેઠકની શરૂઆત 'વંદે માતરમ્ ના નારા સાથે થઈ હતી. વિપક્ષ સતત ગૃહ મંત્રી અમિત શાહની ગૃહમાં હાજરી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. તેના જવાબમાં એન. ડી. એ. એ વિપક્ષ સામે રાજકીય વળતો જવાબ તૈયાર કર્યો છે. બેઠકમાંથી બહાર આવતા એનડીએના નેતાઓએ ગૃહ મંત્રી ચર્ચા માટે તૈયાર છે, વિપક્ષ ભાગી રહ્યો છે જેવા સંદેશાઓ વાળા પોસ્ટરો હાથમાં રાખ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/વિજયલક્ષ્મી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande